SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૬) ગદષ્ટિસમુચ્ચય ઉપરમાં રાખ્યું હોય, તે તેમાં તેની તેવી ઝાંઈ– છાયા પડે છે, તેવી રંગછાયાથી તદ્રપાપત્તિ-તદ્રપપણાની પ્રાપ્તિ થાય છે, તેમ નિર્મલ ચિત્ત-રત્ન જેનું ધ્યાન કરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે, તે તે ભાવવામાં આવતી વસ્તુના ઉપરાગથી તેને તદૂપાપત્તિ-તકૂપપણું પ્રાપ્ત થાય છે. આમ જાતિવંત નિર્મલ સ્ફટિક રત્નની જેમ ક્ષીણવૃત્તિવાળાને (૧) તાશ્યથી? અર્થાત્ તેમાં સ્થિતિરૂપ એકાગ્રપણાથી અને (૨) “તરંજનપણથી” અર્થાત્ તેનું અંજન-રંગ લાગવારૂપ તન્મયપણાથી સમાપત્તિ હોય છે. આ સમાપત્તિઝ થવામાં ત્રણ મુખ્ય આવશ્યક શરત છે-(૧) પ્રથમ તે ટિક રત્નની જેમ ચિત્ત ક્ષીણવૃત્તિવાળું નિર્મલ હોવું જોઈએ. એમ હોય તો જ સમાપત્તિ થવાની યોગ્યતા પ્રાપ્ત થાય. (૨) એક ફૂલની પાસે મૂકેલા સ્ફટિકની સમાપત્તિ જેમ, ભાવવામાં આવતા વિષય પ્રત્યે ચિત્તનું સ્થિર એકાગ્રપણું કેમ થાય? થવું જોઈએ. આ ન હોય તે સમાપત્તિ થાય જ કેમ? (૩) અને પછી ફૂલની રંગછાયા સ્ફટિકમાં પડે, તેમ તન્મયપણું થવું જોઈએ, ધ્યાન વિષયને દૃઢ ભાવરંગ લાગી જ જોઈએ. આમ થાય ત્યારે જ સમાપત્તિ થાય. તેમજ આ સમાપત્તિ થવામાં આવશ્યક એવી જે આ ત્રણ શરત (Essential conditions) કહી, તેમાં આગલી હોય તે પાછલીનું કારણ થાય છે. કારણ કે સૌથી પ્રથમ તે ચિત્તસત્ત્વ સ્ફટિક જેવું અત્યંત નિર્મલ-શુદ્ધ થવું જોઈએ, અર્થાત્ ચિત્ત અત્યંત સાત્વિક પરિણામી થઈ જવું જોઈએ. આમ જે ન થાય તે પત્થરમાં જેમ ફૂલની છાયા ન પડે, તેમ મલિન ચિત્તમાં પણ ભાવવા યોગ્ય વસ્તુની છાયા ન પડે, સમાપત્તિ ન થાય. પણ જ્યારે ચિત્ત નિર્મલક્ષીણવૃત્તિવાળું, સફટિક જેવું પારદર્શક સ્વચ્છ (Crystal-clear) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નહિ હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે; અને આમ જ્યારે તે એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય. આમ સમાપત્તિને * ઉપક્રમ ૪ “મનિરિવામિનાહ્ય શીળફ્યુરો સંશયY I સારવારનવા જ સમrmત્તિ: કીર્તિતા શ્રી યશ, કત દ્વા દ્વા ૨. ૧૦ * પાતંજલ યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે ગ્રાહ્ય, ગ્રહણ અને ગૃહીતુ એમ ત્રણ પ્રકારની સમાપત્તિ છે. તેમાં ગ્રાહ્ય સમાપત્તિ નિવિચાર સમાધિ પર્યતે, ગ્રહણ સમાપત્તિ સાનંદ સમાધિ ૫ય તે, અને ગૃહ સમાપત્તિ સાસ્મિત સમાધિ પતે વિશ્રામ પામે છે. વળી તેના ચાર પ્રકાર છે. (૧) સવિતર્ક, (૨) નિર્વિત, (૩) સવિચાર, (૪) નિર્વિચાર. આ સમાપત્તિઓ સંપ્રજ્ઞાત સમાધિ (સવિક૯૫) છે, અને તે જ “સબીજ સમાધિ કહેવાય છે. તેમાં છેલ્લી નિર્વિચાર સમા૫ત્તિનું નિમલપણું થયે અધ્યામપ્રસાદ થાય છે, તેથી તંભરા પ્રજ્ઞા ઉપજે છે, કે જે શ્રત-અનુમાન કરતાં અધિક હોય છે. તે ઋતંભરા પ્રજ્ઞાથી સંસ્કારમંતરને બાધક એ તત્ત્વસંસ્કાર ઉપજે છે. અને તેના નિરોધથી અસંપ્રજ્ઞાત (નિવિક૯૫) નામે સમાધિ ઉપજે છે. વિરામ પ્રત્યયના અભ્યાસથી અને નેતિ નેતિ” એવા સંસ્કારશેષથી તે અસં પ્રજ્ઞાત સમાધિથી કૈવલ્ય પ્રગટે છે–આત્માનું કેવલ સ્વરૂ૫પ્રતિકવ થાય છે. આમ નિર્વિચાર સમાપત્તિ-અધ્યાત્મપ્રસાદ ઋતંભરા પ્રજ્ઞાતવસંસ્કાર-અસંપ્રજ્ઞાત સમાધિ કૈવલ્ય, આ ક્રમ છે. (વિશેષ માટે જુઓ પાતંજલ, તથા યશોવિજ્યજીકૃત દ્વા. દ્વા. ૨૦).
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy