SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ દીમદષ્ટિ સદાશયથી તત્ત્વશ્રવણ, વસ્તુધમ–આત્મધર્મ (૨૪) સાથે આવે છે માત્ર એમ ધર્મમિત્ર જ, એટલે “ હાથે તે સાથે’ એમ સમજી આત્માથી વિવેકી પુરુષ પોતાના હાથે જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરે છે. इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः। प्राणेभ्यः परमं धर्म बलादेव प्रपद्यते ॥६०॥ આમ સદાશય યુક્ત તે, તવ શ્રવણ તૈયાર પ્રાણથી પરમ ધર્મને કરે બળે જ સ્વીકાર ૬૦ અર્થ – આમ સદ્ આશયથી યુક્ત એ તે, તત્ત્વશ્રવણમાં તત્પર રહી, પ્રાણે કરતાં પરમ એવા ધર્મને બળથી જ અંગીકાર કરે છે, માન્ય કરે છે. વિવેચન આમ ઉપરમાં કહ્યું તેમ આ દષ્ટિવાળો યેગી પુરુષ ધર્મને પરમ મિત્ર-સુહદુ જાણે છે, એટલે તેને ધર્મની ગાઢ મિત્રી જામે છે, દઢ ધમરંગ લાગે છે, અને “જેને જે સંગ, તેને તે રંગ” એ ઉક્તિ પ્રમાણે તે ધર્મની સંગતિના પ્રભાવથી તે પિતે સાચે ધર્માત્મા–ધર્મમૂર્તિ બની જાય છે, તે ધર્મના સંસ્કાર તેને અસ્થિમજજા પર્યત હાડોહાડ વ્યાપી જાય છે. કારણ કે– “ ઉત્તમ ગુણ અનુરાગથી.....સાહે૨ લહીએ ઉત્તમ ઠામરે....ગુણ. ઉત્તમ નિજ મહિમા વધે....સાહેદીપે ઉત્તમ ધામ રે....ગુણ.” શ્રી યશોવિજયજી ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.”–શ્રી દેવચંદ્રજી. અને તેથી કરીને તેને ચિત્ત આશય સ્ફીત–ઉજજવલ થાય છે, સદુ-શુભ પરિણામવાળે થાય છે, તેની ચિત્તભૂમિકા સ્ફટિકના જેવી સ્વચ્છ ને ચકખી થાય છે, કે જેથી તે તત્વરૂપ નિર્મલ જલને ઝીલવા માટે યોગ્ય પાત્ર (Receptacle) સદાશય : બને છે. સારા મિત્રની સોબતથી અવગુણદોષ દૂર થાય છે ને સદ્ગુણ તત્ત્વશ્રવણ આવે છે, તેમ આ ધર્મ સન્મિત્રની સંગતિથી અશુભ આચરણરૂપ દેષ ટળે છે ને શુભ આચરણરૂપ સદ્ગુણની પ્રાપ્તિ થાય છે, ચિત્ત ચેખું નિર્મળ ને નિર્વિકાર બને છે, અને આમ ચિત્ત ચખું થાય ત્યારે જ તેમાં ભક્તિ પ્રમુખ ગુણ પરિણમે છે –ઠરે છે. - વૃત્તિ -હ્યું –એમ, સારાત-સદ્ આશયથી સંયુક્ત હોઈ તરવશાળતા તત્વશ્રવણમાં તત્પર, આ તવશ્રવણ–પ્રધાન એવો તે કાળેખ્યો પરમં ય ચઢાવ ગતિ-પ્રાણો કરતાં પરમ એવા ધમને બલથી જ માન્ય કરે છે, તેના સ્વભાવપણાને લીધે. સ્વત એવ (ાતાની મેળે જ) વેગનું ઉત્થાન આને હેતું નથી.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy