SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૨) ગદષ્ટિસમુચ્ચય તારા દૃષ્ટિમાં ધારણ કરેલ શૌચાદિ પાંચ નિયમ તે બરાબર પાળે છે, ઉદ્વેગને ત્યાગ કરે છે, ને જિજ્ઞાસા વધારે પ્રદીપ્ત કરે છે. ગકથા પ્રત્યેની તેની પ્રોતિ વધતી જાય છે, શુદ્ધ યેગીઓ પ્રત્યેના બહુમાન–સેવા આદિ વધારે સક્રિય બનતા જાય છે. તે ઉચિત આચરે છે ને અનુચિત આચરતું નથી. અધિક ગુણવત પ્રત્યે તે જિજ્ઞાસા રાખી, પિતાની ગુણહીનતાથી ત્રાસ પામે છે. તે સંસારથી અત્યંત વિરાગ્ય ધરી, તેથી છૂટવાની તીવ્ર ઈચ્છા કરે છે. શિષ્ટજનેને પ્રમાણુ ગણી તે પિતાનું ડહાપણ ડહોળતા નથી. આમ આ ચેગી પુરુષ આગળની જુની મૂડી સાચવી રાખે છે, ને તેમાં પણ આ દષ્ટિમાં નવી મૂડી ઉમેરે છે. એટલે આ બેલા દષ્ટિમાં તેને બંધ વધારે બળવાન બનવાથી, તે તે ધર્મક્રિયામાં તેનું મન વધારે સાવધાનપણે વતે છે, એમ જે કહ્યું હતું તે બરાબર છે. આસન કહ્યું. આની જ શુશ્રુષા કહે છે – कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ॥५२॥ રમણ યુક્ત યુવાનને, સાંભળવા સુર ગાન, જ્યમ ઈચ્છા ત્યમ હોય તે, તરવવિષય આ સ્થાન પર અર્થ:–રમણીય રમણથી યુક્ત એવા તરુણને જેવી દિવ્ય સંગીત સાંભળવાની ઇચ્છાશુશ્રુષા થાય, તેવી આ દષ્ટિમાં તત્વ સંબંધી શુશ્રુષા હોય. વિવેચન “તરુણ સુખી સ્ત્રી પરિવજી, જિમ ચાહે સુરગીત, ત્યમ સાંભળવા તત્વને, એ દૃષ્ટિ સુવિનીત રેજિનજી!”—ગસઝાય રૂ-૨ અહીં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા કેવી ઉત્કટ હેવી જોઈએ, તે બતાવવા માટે દૃષ્ટાંત આપ્યું છે –કેઈ એક તરુણ-ભર યુવાનીમાં આવેલું સુંદર યુવાન પુરુષ છે. તે શરીરે નીરોગી, હૃષ્ટ–પુષ્ટ, ને સંપૂર્ણ ઇંદ્રિયસંપન્ન છે. મહાસ્વરૂપવાન સુંદર લાવણ્યમયી રમણી તેની બાજુમાં છે. ધન-વૈભવ આદિની તેને કોઈ કમીના નથી. પંચ વિષયના ઉપભેગની સમસ્ત સામગ્રી તેની સેવામાં સદા હાજર છે. આમ સર્વ પ્રકારે સુખી એ તે વૃત્તિ:-%ાતાત્તાત–કાંત કાંતાથી યુકત, કમનીય–સુંદર પ્રિયતમાથી યુક્ત એવાને, વિશ્રત અથr-જેમ દિવ્ય ગીતના શ્રવણ પ્રયે, જેમ કિનર વગેરેના ગીતના શ્રવણ પ્રત્યે અનો-યુવાનને વયસ્થને. સાત્તિ હોય છે, અષા-શુશ્રષા, શ્રવણું કરવાની ઈચ્છા,–તે સંગીત સંબંધી જ; તથાચાં -તેમ આ દૃષ્ટિમાં વ્યવસ્થિત હોનારને, તરવા -તવગોચર, તરવવિષયી જ, તરવસંબંધી જ શુશ્રષા-સાંભળવાની ઈચ્છા હોય છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy