SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ બહાદષ્ટિ પ્રણિધાનયુક્ત વંદનાદિ અધ્યાત્મ ક્રિયા (૨૧૯) બેટી ધમાલ કરતે નથી; પણ સર્વત્ર શાંતિથી અનાકુલપણે જાય છે, યતનાપૂર્વક જીવહિંસા ન થાય, એમ ધીર-ગંભીર ગતિએ ચાલે છે, ને સર્વ વિધિ બરાબર સાચવે છે. જેમકે દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે....સુવિધિ” શ્રી આનંદઘનજી “સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે, હરખે વાર હજાર” -શ્રી દેવચંદ્રજી હાય! ભાગી જશે, પેલે લૂંટી જશે ને હું રહી જઈશ. અમુક પહેલી પૂજા કરી લેશે ને હું મેડે પડી પાછળ રહી જઈશ, દર્શન ખૂલ્યા છે ને તરત બંધ થઈ જશે, માટે ચાલ દોડતે જઉં. ચાલ ચાલ! હારે ફલાણે ઠેકાણે જલ્દી જવાનું છે, માટે આ ભગવાનની પૂજા જેમ તેમ પતાવી દઉ, આ ભગવાનને જલદી જલદી બે ચાર ચાંદલા કરી પૂજાવિધિ ઝટઝટ આટોપી લઉં', આ ચોખાની ત્રણ ઢગલી મૂકી “લે તારે ભેગ ને મૂક મારે કેડે” એમ કરતેકને એકદમ રવાના થઈ જાઉં ! –ઈત્યાદિ પ્રકારે વ્યક્ત થતી મુદ્ર વિચારણાવાળી બેટી ઉતાવળ આ મુમુક્ષુ પુરુષને ઉપજતી નથી. તે તે સર્વત્ર હેઠા મને, નીરાંતે, નિરાકુલપણે ગમન કરે છે. અને આમ તેની અત્યંત સ્વસ્થતા હોવાથી, આ મુમુક્ષુ જોગીજન પ્રત્યેક ક્રિયા ચિત્તને પ્રણિધાનપૂર્વક કરે છે, સાવધાન મનથી કરે છે, એકાગ્રપણે કરે છે. દાખલા તરીકે તે દેવ-ગુરુ આદિનું વન * કરતો હોય, તે સ્થાન–કાળ વગેરેના પ્રત્યેક ક્રિયામાં કમ બરાબર જાળવે છે, જે ભક્તિસૂત્ર-સ્તવન વગેરે બલ હોય તેના સાવધાનપણું શબ્દના અર્થમાં સાવધાન ઉપયોગ રાખે છે, બેસૂરા રાગડા તાણી બીજા ભક્તિ કરનારાઓને સંમેહ-વિક્ષેપ ઉપજાવતા નથીપણ યોગ્ય રાગમાં બીજાઓને પણ કર્ણપ્રિય મીઠું લાગે એમ, શ્રદ્ધા ને સંવેગ–અત્યંત ભક્તિરાગ સૂચવે એવી રીતે, સૂત્ર-સ્તવનાદિ લલકારે છે. તથા તે ભક્તિકૃત્ય કરતાં તેના ભાવ-રોમાંચ ઉદ્યસે છે, ખરેખરા રૂંવાડા ઉભા થાય છે, તેને શુભાશય વર્ધમાન થતું જાય છે–તેના ભાવ પરિણામ ચઢતા જાય છે; પ્રણામ આદિ વિધિ તે બરાબર સાચવે છે. આમ તે ઈષ્ટ દેવ-ગુરુ વંદન આદિ ભક્તિ તન્મયપણે કરે છે. જેમકે*"स्थानकालक्रमोपेतं शब्दार्थानुगतं तथा । अन्यासमोहजनकं श्रद्धासंवेगसूचकम् ॥ प्रोल्लसद्भावरोमाञ्चं वर्धमानशुभाशयम् । अवनामादिसंशुद्धमिष्टं देवादिवंदनम् ।। प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । તૃતીવધવત્રા યજયવાત ”—શ્રી હરિભકાચાર્યજીત શ્રી બિંદુ, ૩–૯૯
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy