SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૬) યોગદષ્ટિસમુચ્ચય नास्यां सत्यामसत्तृष्णा प्रकृत्यैव प्रवर्त्तते।। तदभावाच्च सर्वत्र स्थितमेव सुखासनम् ॥ ५० ॥ પ્રકૃતિથી જ તૃષ્ણા અસત, પ્રવર્તતી નહિ અત્ર; તાસ અભાવે સ્થિત વળી, સુખાસન જ સર્વત્ર, ૫૦ અર્થ -આ દષ્ટિ હતાં, અસત્ તૃષ્ણા પ્રકૃતિથી જ પ્રવર્તતી નથી અને તેના અભાવને લીધે સર્વત્ર-સર્વ સ્થળે સુખાસન રહે જ છે. વિવેચન પૂર્વે જે સુખાસન કહ્યું, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનું અહીં વિવરણ કર્યું છે. જ્યારે આ દષ્ટિ વર્તાતી હોય છે, ત્યારે જ્યાં સ્થિતિ કરી હોય ત્યાંથી બીજે સ્થળે ચિત્ત દોડતું નથી. એટલે સ્વભાવથી જ અસત્ તૃષ્ણ પ્રવર્તતી નથી; અને તેના અસત્ તૃષ્ણ અભાવથી સર્વત્ર જ સુખાસન હોય છે. આમ આ દષ્ટિમાં વર્તતા અભાવ મુમુક્ષુ જોગીજનની અસત્ તૃષ્ણ દૂર થાય છે. મૃગજળ-ઝાંઝવાના પાણી જેવી પરવસ્તુની પ્રાપ્તિ માટે ઝાંવાં નાંખવા જેવી જૂઠી તૃષ્ણા તેને હવે ઉપજતી નથી. અત્યાર સુધી તે વિષયરૂપ મૃગતૃષ્ણાની પાછળ ખુવાર થવામાં તેણે બાકી રાખી હોતી, તેની પાછળ તેણે દડાય એટલું દોડડ્યા જ કર્યું હતું, “દોડતા દોડતા દેડિયે, જેતી મનની રે દોડી, પણ હવે તે કાંઈક થાક્યો છે, વિરામ પામ્યો છે. કારણ કે આ સકલ જીવલેક* સંસારચક્રને ચાકડે ચડેલ છે. તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવના પરાવર્તેથી નિરંતર ભમી રહ્યો છે. વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય ધરાવતા મહામોહરૂપ ગ્રહથી બળદીઆની પેઠે તે હંકારાઈ રહ્યો છે. એમ ભમતાં ભમતાં તેને તૃષ્ણાની તીવ્ર પીડા ઉપજે છે. એટલે તે તરસ છીપાવવા માટે બળદની પેઠે ઉછળી વૃત્તિઃ--નથી, અાં, આ અધિકૃત–પ્રસ્તુત દૃષ્ટિ, સત્યાં–હેતે સતે, અસત્તUTI-અસત તૃષ્ણસ્થિતિ કારણથી અતિરિક્ત ગોચર-વિષય સંબંધી, કચૈવ-પ્રકૃતિથી જ, સ્વભાવથી જ, તે-પ્રવર્તાતી-વિશિષ્ટ શુદ્ધિના યોગને લીધે; તામાવાવ-અને તેના અસત તૃષ્ણાના અભાવથકી, સર્વત્ર-થાપ્તિથી સવસ્થાને, સ્થિતમેવ સુવાસન-સુખાસન સ્થિત જ હોય છે,–તેવા પ્રકારના પરિભ્રમણના અભાવને લીધે. ___ *" इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्यानांतमनंतद्रव्यक्षेत्रकालभवभावपरावतः समुपक्रांतभ्रांतेरेकछत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज॑भिततृष्णातकत्वेन व्यक्तांतराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुंधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुतपूर्वानंतश: परिचितपूर्वानंतशोऽनुभूतपूर्वाचैकत्वविरुद्धत्वेनात्यंतविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा ।" –આચાયચૂડામણિ શ્રી અમૃતચંદ્રસૂરિજીત સમયસાર ટીકા,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy