SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૮) યોગદષ્ટિસમુરચય આત્મસાધના એમણે કેમ સાધી હશે ? આવી અપૂર્વ આત્મસામર્થ્યવાળી પરમ ધન્ય સક્રિયા તેઓ શી રીતે કરી શકતા હશે ? “ધન્ય ધન્ય નર તેહ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ ગે હો નિજ સાધકપણે.”—શ્રી દેવચંદ્રજી ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય ભગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા....ધન્ય જ્ઞાનવંત જ્ઞાની શું મલતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા...ધન્ય.”–સા. ત્રગ. સ્ત, ઇત્યાદિ પ્રકારે તે આત્મારામી મહાત્માઓની પરમ ધન્યતા તે ભાવે છે, અને ગુણી જન પ્રત્યેના પ્રશસ્ત રાગથી ચિંતવે છે કે આ મહાનુભાવોની આવી આશ્ચર્યકારક આત્મસ્થિતિ કેમ પ્રગટી હશે ? આ જાણવાની તેને તીવ્ર ઈચ્છા-જિજ્ઞાસા ઉપજે છે. અને આ મુમુક્ષુ જોગીજનને આવી સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલું જ નહિ, પણ તે મહાત્માઓ જેવી જ પિતાની વંદનાદિ ક્રિયામાં પોતાની હીનતા દેખી, તેને પોતાના પ્રત્યે મનમાં અત્યંત ત્રાસ છૂટે છે, પિતાના આત્મા પ્રત્યે જુગુપ્સાપિતા પ્રત્યે ધૃણ ધૃણા ઉપજે છે કે–અરે ! હું તે કે અન્ય કે આ મહાજને જેવી ઉત્તમ ધર્મક્રિયા કરી શકતું નથી! ખરેખર ! હું તે દેશ અનંતનુ ભાજન છું', અને મહારામાં ગુણ તે એકકે દેખાતો નથી; કારણ કે હારામાં આ મહાત્માઓ જે નથી શુદ્ધ ભાવ કે નથી પ્રભુ સ્વરૂપભાવ, નથી લઘુતા કે નથી દીનતા, નથી ગુરુઆજ્ઞા આરાધકતા કે નથી નિશ્ચલતા, નથી પ્રભુને દઢ વિશ્વાસ કે નથી પરમાદર, નથી સત્સંગને જોગ કે નથી સસેવા જોગ, નથી કેવળ આત્માપણુતા કે નથી દઢઆશ્રયભાવ, નથી અનુગ, નથી “હું પામર શું કરી શકું?' એવો વિવેક કે નથી પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ, નથી પ્રભુવિરહને તાપ કે નથી પરમ દુર્લભ એવી પ્રભુકથાનો પરિતાપ, નથી ભક્તિમાર્ગમાં પ્રવેશ કે નથી ભજનનું દઢ ભાન, નથી નિજ ધર્મની સમજણ કે નથી શુભ દેશે સ્થિતિ, નથી સેવાને પ્રતિકૂળ બંધનનો ત્યાગ નથી દેહદમન-ઇંદ્રિયદમન, નથી પ્રભુવિયોગની સ્કૂરણ કે નથી વચન-આગમ જ્ઞાન, નથી દિવ્ય નયનની પ્રાપ્તિ કે નથી યમ-નિયમાદિ, નથી ઉદાસીનતા કે નથી નિરભિમાનપણું, નથી સ્વધર્મ સંચય કે નથી પરધર્મનિવૃત્તિ આમ અનંત પ્રકારથી હું સાધન રહિત છું. મ્હારામાં એક પણ સદ્ગુણ નથી. હું મોટું શું બતાવું ? સકળ જગતમાં હું જ અધમાધમ ને અધિકમાં અધિક પતિત છું.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy