SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિઃ દશ સંજ્ઞા નિરોધ (૧૧૯) બીજાં બધાં કામ એક કેરે મૂકી દઈ-પડતા મૂકી, પ્રભુભક્તિને પરમ આદરવા યોગ્ય માની, શુદ્ધ આશયથી પ્રભુભક્તિમાં લીન થવાની બુદ્ધિ રાખવી, તેનું નામ ઉપાદેય બુદ્ધિ છે. સાચા ભક્તના હૃદયમાં બીજાં બધાં કાર્ય કરતાં પ્રભુભક્તિનું સ્થાન ઊંચામાં ઊંચું હાઈ, આવી પરમ ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે. “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામ...શીતલ.”–શ્રી દેવચંદ્રજી ૨. સંજ્ઞા નિધિ સંશુદ્ધનું બીજુ લક્ષણ એ છે કે તેમાં દશ પ્રકારની સંજ્ઞાને નિરોધ-ઉદય અભાવ હો જોઈએ. દશ સંજ્ઞા આ છે–આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા,ક્રોધસંજ્ઞા,માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લેભસંજ્ઞા, ઘસંજ્ઞા અને લેકસંજ્ઞા. આમાંની કેઈ પણ સંજ્ઞાને ઉદય ભક્તિ આદિ કાર્યમાં ન જ થાય, તે જ તે ભક્તિ આદિ સંશુદ્ધ ગણાય છે. તે સંજ્ઞા ટાળવાની ભાવના આ પ્રકારે – આહારસંજ્ઞા–ભક્તિમાં એવી તલ્લીનતા, તન્મયતા થઈ જાય કે આહાર વગેરે પણ ભૂલાઈ જાય, ખાવા-પીવાનું પણ ભાન ન રહે, એવી પ્રભુભક્તિની ધૂન આ ભક્ત જોગીજનને લાગે છે. પિયુ પિયુ કરી તેમને જપું રે, હું ચાતક તુમ મેહ.”—-શ્રી યશોવિજયજી ભયસંજ્ઞા-ભક્તિમાં તે ભયને જ ભય લાગી તે ભાગી જાય ! દૂરથી જ પલાયન કરી જાય ! તે પછી પરમ સમર્થ પરમાત્મા જેવાનું જેણે પરમ નિર્ભય ચરણ-શરણ ગ્રહ્યું છે, એવા ભક્તરાજને ભય શાને ? કારણ કે— દુઃખ દેહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; “ધીગ ધણી માથે કિયો રે, કુણ ગજે નર એટ? વિમલજિન સાહિબ સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર, મનવિશરામી વાલહ રે, આતમ આધાર....વિમલજિન” “સત મહાભય ટાળતા રે, સપ્તમ જિનવર દેવ.”—શ્રી આનંદઘનજી જસુ ભગતે નિરભય પદ લહીએ, તેની સેવામાં થિર રહીએ–શ્રી દેવચંદ્રજી મીતામય નિરિતમઠ્ઠાપમ્ – શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર. “તસ્થાશુ નારામુપાતિ મર્ચ મા – શ્રી ભક્તામર સ્તોત્ર, મૈથુનસંજ્ઞા-તુચ્છ કામવિકારને તે વ્યક્તિ વેળાએ ઉદ્દભવ ઘટે જ નહિ. કારણ કે નિષ્કામ એવા પરમાત્માનું નામસ્મરણ પણ કામને નાશ કરનારું છે. એટલે એ ગી પુરુષ તે કામનું સ્મરણ પણ કરે નહિ.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy