SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) ગદષ્ટિસમુચ્ચય વીય ક્ષાયિક બલે ચપળતા ગની, ધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શેલેશીમે પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કમશેષી.” શ્રી દેવચંદ્રજી “મન-વચન-કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે અપૂર્વ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ રવરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જો....અપૂર્વ -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બગસંન્યાસ લેગ શિલેશી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. – યથાપ્રવૃત્તકરણ આદિ – ભવ્યને યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણેય કરણ પ્રાપ્ત થાય છે, અને બીજાઓને એટલે કે અભવ્યોને પહેલું યથાપ્રવૃત્તકરણું જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે પરિણામ. (ગાથા ૧). જેમ ગિરિ-નદીનો પત્થર ઘસાતાં, પીસાતાં, કૂટાતાં, પીટાતાં, ઘર્ષણ–ચૂર્ણન ન્યાયે ગોળ લીસે થાય છે, તેમ અનાદિ સંસારમાં રખડતા આથડતા જીવને કવચિત્ કવચિત્ કેમે કરીને ભાવમલની ક્ષીણતા થતાં તથાભવ્યતાને પરિપાક થયે, એ કોઈ વિશિષ્ટ યથાપ્રવૃત્તકરણ આત્મપરિણામ થઈ આવે છે, એવી કોઈ કર્મ સ્થિતિ રસની મંદતા ઉપજે છે, કે તે ગ્રંથિની નિકટ આવી પડે છે. “આગુસે ચલી આતી હે એ રીતે અનાદિ કાળપ્રવાહમાં પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત્ કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્ય પણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વકણ તે યથાપ્રવૃત્તકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અને તવાર કરે છે, ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે. પણ તે માત્ર સામાન્ય-સાધારણ પ્રયત્નરૂપ હોઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. આ કરણ ભવ્ય -અભવ્ય બનેને પ્રાપ્ત થાય છે, પણ બીજા બે કરણ એકલા ભવ્યને જ પ્રાપ્ત થાય છે, અભને નહિ, એટલે જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતો નથી. અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) આત્મા પરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી, અનન્ય પ્રયત્નથી અસાધારણ (Extraordinary effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) શૂરવીરપણે અપૂર્વ પુરુષાર્થ “યાહોમ કરીને', ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને ભેદ કરવા સર્વાત્માથી પ્રવર્તતે નથી, ત્યાંલગી તે પણ તે કાર્યમાં સફળ થતું નથી. કારણ કે ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે, અસામાન્ય-અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં પૂર્વાનુપૂર્વ યથાપ્રવૃત્ત જેવો
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy