________________
ધર્મસંન્યાસયોગ
(૪૩) - બુદ્ધિવાળા હય, (૫) “મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, સંપદીક્ષાને દાઓ ચપલ છે, વિષયે દુઃખના હેતુ છે, સંયેગમાં વિગ છે, પ્રતિક્ષણે અધિકારી મરણ છે, કર્મને વિપાક દારુણ છે”—એમ જેણે સંસારનું નિર્ગુણપણું નગુણા
પણું, નિઃસારપણું, તુચ્છપણું જાણ્યું હોય, (૬) તેથી કરીને જ તે સંસારથી જે વિરક્ત થયેલ હોય, (૭) જેને કષાય અત્યંત કૃશ, પાતળા, દૂબળા પડી ગયા હોય–જે મંદકષાયી હોય, (૮) જેનામાં હાસ્ય રતિ-અરતિ વગેરે અલ્પ હય, (૯) જે કૃતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળો કદરદાન હોય, (૧૦) વિનીત-વિનયગુણસંપન્ન હોય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજનોને બહુમત માનીતે હોય, જેનું સમાજમાં પણ વજન પડતું હોય એ પ્રતિષ્ઠિત-માનનીય હોય, (૧૨) અદ્રોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેનો જે દ્રોહ કરનાર ન હોય, (૧૩) જે કલ્યાણ અંગવાળ-ભદ્રમૂર્તિ હોય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભદ્ર-ભલો-રૂડો જીવ છે, એ હાય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક શ્રદ્ધાવંત, શ્રદ્ધાળુ હોય, (૧૫) સ્થિર હોય, ચળવિચળ પરિણામી ન હોય, (૧૬) સમુપપન્ન હેય, એટલે સમ્યક્ પ્રકારે સદ્ગુરુને શરણે આવેલે-આત્મસમર્પણ કરનારો હોય. જેમકે–
“શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સહુ હીન; તે તે પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.”
–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ આવા લક્ષણવાળો ન હોય તે જ્ઞાનાગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળ હોય તે આરાધ્યા વિના રહે નહિ, એમ શ્રી સર્વ દેવનું વચન છે. તેથી આ ઉપર જે કહ્યું તે બધુય યથાર્થ છે. આમ પ્રવજ્યા સમયે અતાત્વિક ધર્મસન્યાસ, અને કૃપશ્રેણીમાં તાત્વિક ધર્મસંન્યાસ હોય છે, એમ સ્પષ્ટ કર્યું. અને આમ ક્ષપકશ્રેણીગત ગીને બીજા અપૂર્વકરણમાં આ તાત્ત્વિક ધમ
સંન્યાસ નામને સામર્થ્યગ હોય છે. આને અપૂર્વકરણ એટલા માટે બીજુ' કહેવામાં આવે છે કે-તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુઓનું કરણ-નિર્વતન અપૂર્વકરણ કરવાપણું) હોય છે –(૧) સ્થિતિઘાત (૨) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪)
ગુણસંક્રમ, (૫) સ્થિતિબંધ. તે આ પ્રકારે – (૧-૨) મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણીય વગેરે કર્મની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનઘાત કરવામાં આવે છે, છેદ ઉડાવવામાં આવે છે તથા કર્મોના પ્રચુર રસનું અપૂર્વ ખંડન