________________ 39 દુર્ભાગ્યે આ અહિતકર માનસિક સ્થિતિ સર્વત્ર જેવામાં આવી રહી છે. બાળકો, કિશોર અને યુવાનનું મન હલકા ચિંતનરૂપ ખેરાકને જ ગ્રહણ કરી રહ્યું છે-જેનું પરિણામ અસંતોષ, વિકૃત દશા, અશાંતતા, ઘણા, કંકાસ અને કડવાશ રૂપે આપણી સમક્ષ છે. જ્યારે મન જ સ્વસ્થ ન હોય તો આત્માની સ્વસ્થતા, નિર્મળતા કે ઉજજવળતા કેવી રીતે સંભવે ? સદસાહિત્યની જગ્યાએ નવી પેઢીને સિને–પત્રિકાઓ, સચિંતનના બદલામાં સમાચારપત્ર અને સંતપુરુષની પ્રેરણાને બદલે હીરોહીરોઈનનાં અર્ધનગ્ન વિકારી દ, બ્યુ ફિલમના આદર્શ મળી રહ્યા છે, જેનાથી પ્રજાની પડતી અને સાત્વિકતાનો નાશ થઈ રહ્યો છે. પરિણામે વિદેશની જેમ સદાચારહીનતા અને સંસ્કારહીનતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય છે. સંસ્કૃતિ પ્રધાન ભારત દેશને માટે આ કલંકને વિષય છે. બુદ્ધિશાળી આતમાઓએ પાણી પહેલાં પાળ બાંધી મન અને આત્માનું જતન થાય, ઉથાન થાય તે રીતે ઉચ્ચ વિચાર-આચારથી જીવનનું ઘડતર કરવું જોઈએ. મનુષ્ય જીવનને સફળ Olaliaal Hie 'Simple living and high thinking' –ને મંત્ર આત્મસાત્ કરવો જોઈએ. અસઃ આહારના પરિણામે વિચાર, લાગણી અને સ્વભાવ ઉપર થતી માઠી અસર :-અભક્ષ્ય પદાર્થોના ખાનપાનથી મનનું ચાંચલ્ય, ચિત્તવિકાર, આવેગ