________________ 22 કયાંથી મળશે? બીજાઓને દુઃખ આપવાથી બંધાતા નિકાચિત કર્મો અનેકગણું દુઃખ વેઠયા વિના દૂર થતાં નથી. કાલસૌકરિક કસાઈને શાંતિ માટે અભયકુમાર સૂચિત ઉપાયથી રેશમની શય્યા દૂર કરી તીક્ષણ કાંટાની પથારીમાં સુવડાવ્યો, મધુર ફૂલોના રસપાન દૂર કરી ગટરનાં ગંધાતાં પાણી પિવરાવ્યાં, સુગંધી પદાર્થો દૂર કરી વિષ્ટાને લેપ કરાયા, ઠંડા પવન દૂર કરાઈ ગરમ વાતાવરણમાં રખા, કર્ણમધુર શબ્દો સંભળાવવાના દૂર કરાઈ ગધેડા-ઊંટના ભેંકાર ભરેલા શબ્દો સંભળાવાયા, ત્યારે શાંતિ વળતાં હાશને દમ ખેંચ્યો. જીવનની કેવી કરુણ દુર્દશા થઈ ! મરીને નરકમાં ગયે. આવી દુર્દશાથી બચવા જ્ઞાનીઓ મહાહિંસાકારી અભક્ષ્યથી બચી જવાની સલાહ આપે છે તે તદ્દન યુક્તિયુક્ત છે. સ્વાધ્યાય “આધ્યાત્મિક વિટામીન અંગેના પ્રશ્નો. પ્રશ્ન 1. જગતમાં કઈ વસ્તુ પરિમિત છે અને તેથી શું કરવું જરૂરી છે ? 2. અભય આહાર સૌંદર્યને દુશ્મન છે તે સાબિત કરી. 3. ચારિત્રને ભીતરમાં રહેલા સગુણાનું વર્ણન કરો. 4. શિસ્તના અભાવે સતી પરિસ્થિતિ ચર્ચો. 5. જ્ઞાનને સાચા જ્ઞાન તરીકે કેવી રીતે ઉપયોગ કરશો ? 6. આહાર વિષે નીતિ-અનીતિના વિચારને શું સંબંધ છે? 7. શુદ્ધ આહાર જીવનમાં ઉદારતા લાવે છે તે સમજાવો. 8. A થી F સુધીનાં ગમે તે પાંચ વિટામીન લખો. .