________________ ત્યારે જીવનને સુંદર–સ્વસ્થ અને પ્રસન્ન રાખે તેવાં સાચાં અંતરંગ વિટામિન વિચારીને અભય ખાન-પાનના અનર્થથી બચવું જરૂરી છે. વિટામિન A એટલે ABILITY શક્તિ સ્વાથ્ય મેળવવાથી પ્રાપ્ત થાય છે. તે ત્રણ પ્રકારે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આજે શરીરની ચિંતા કરવાવાળાં ઘણાં છે, શરીર બગડવાનું કારણ ધર્મ વિરુદ્ધ અભક્ષ્યનું અનિયમિત, સ્વાથ્યબાધક ભેજન છે. શરીર સારું નીરોગી રાખવું હોય તેણે અભક્ષ્ય પદાર્થોને નિયમપૂર્વક ત્યાગ કરવો જોઈએ, અને ભોજનમાં વિવેક-સંયમનો અભ્યાસ પાડા જોઈએ, જેથી શરીરની સ્વસ્થતા પૂરેપૂરી જળવાઈ રહે અને રોગને અવકાશ ન મળે. બીજી માનસિક સ્વસ્થતા છે. મનની સ્વસ્થતા પ્રસન્નતા, સ્થિરતા અને શાંતિ-એમ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. જેના હૃદયમાં કામ પ્રદીપ્ત થયેલો છે, જે ભયથી વ્યાપ્ત છે, જેના મગજમાં ચિંતાનાં જાળાં બાઝેલાં છે, તે કદી પ્રસન્નતાને અનુભવ કરી શકતો નથી, જેના જીવનમાં શેક અને વાસના છે તે સ્થિર થઈ શકતો નથી અને જેના હૃદયમાં તૃષ્ણાલિભ છે, તે શાંતિ અનુભવી શકતે નથી. માટે કામ-ધાદિને ઉશકેરે તેવાં અાગ્ય દારૂનાં પીણું માંસાહાર, કંદમૂળ, - રાત્રિભેજન, રીંગણાં વગેરે અભક્ષ્યને ત્યાગ કર જોઈએ, . અન્યથા મનની શાંતિ જોખમાય છે. જગતની અંદર જે