________________ પ્રકાશકીય જૈન દર્શનનું હાર્દ અણહારી-પદ પ્રાપ્ત કરી આત્માના શુદ્ધ સ્વરૂપ મોક્ષપર્યાયને પ્રગટ કરવાનું છે. અનાદિથી કર્મના સબંધવાળા આત્મા કર્મને વેગે આહાર ગ્રહણ કરી શરીરનું નિર્માણ કરે છે, અને તેને ટકાવવા નવ-નવ આહાર લે છે. આહારમાંથી લોહી આદિ ધાતુઓ બને છે, અને તદનુસાર વિચારધારા બને છે. આત્માના પરિણામ સારા રહે માટે આહારશુદ્ધિને પ્રકાશ મેળવીને જીવનનું સંરક્ષણ કરવું પાયામાં જરૂરી છે. અનાદિથી દેહધારી જીવમાત્રને આહાર સંજ્ઞા-રસ સ્વાદની વૃત્તિ એ છા–વધતા અંશમાં સતાવ્યા કરે છે. આ રસના બેકાબુ બની જતાં સ્વાશ્યની હાનિનો હિસાબ રહેતો નથી. રાગને પરવશ જીવન અને દુઃખમય મૃત્યુ પરલોકને બગાડે છે, જ્યાંથી પુનઃ ઉત્થાન પામવું સહેલું નથી. રસલુપતાના દંડમાં અસંખ્ય અનંતકાળ જીભ વિનાના એકેન્દ્રિયને ભવ પૃથ્વી-પાણ–અગ્નિ-વાયુ-વનપતિકાયમાં પસાર કરવા પડે છે. ભાવિ અનંતકાળ ન બગડે તે માટે, વિચારધારા કલુષિત ન બને તે માટે, આહારને વિવેક કેળવી આહાર–સંજ્ઞા ઉપર સંપૂર્ણ વિજય મળે એ પ્રયતન કેળવવા જરૂરી છે. શરીરના વિકાસ માટે, મનની નિર્મળતા માટે અને આત્માના ઓજસને પ્રગટવવા માટે, ટૂંકમાં જીવનના સર્વાગી વિકાસ માટે આહારને વિવેક આવશ્યક અને અનિવાર્ય છે. આહાર એટલે ખોરાક, જે ચાર પ્રકારે છે. અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ. ભેજનમાં લેવાતા ખાદ્ય પદાર્થો સંખ્યાબંધ છે. યુગલિકયુગથી માંડીને આજના યંત્રયુગ સુધીમાં માનવીએ ખાદ્ય પદાર્થોના અનેક પ્રયોગ કરીને જાતજાતની અને ભાતભાતની વાનગીઓનું નિર્માણ કર્યું છે. આ વાનગીઓના મુખ્ય બે ભેદ પાડી શકાય. એક ભક્ષ્ય ગણાતી