________________ 247 ઉપર ઝીલે છે, નીચે પછાડીને મગરના માર મારીને ચૂરેચૂરા કરી નાખે છે, જમીન ઉપર પછાડીને તીક્ષણ શસ્ત્રો વડે વધે છે, મેટા મોટા સાણસા વડે, ગરદનથી પકડીને, ભયંકર રીતે જમીન ઉપર ઊંધા પછાડે છે, વળી પાછા ઉપર ફેકે છે, નીચે પડ્યા પછી ઘણુના ઘા મારીને, મરી ગયેલા જેવા, તદ્દન મૂછિત અવસ્થા પામેલા કરી નાખે છે. એવી રીતે પડયા પછી પણ તલવાર આદિ વડે, તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાંખે છે, કરવતથી જેમ લાકડાને વહેરી નાખે તેમ નારકીના શરીરને વહેરે છે. આવી રીતે પોતાના કુકર્મને વશ થયેલા નારકી જીવે, અંબે જાતિના પરમાધામીઓના હાથે, ઘણું ઘણું અસહ્ય વેદના ભગવે છે. નારકી જીવોના વૈક્રિય શરીર એવાં હોય છે કે, ગમે તેવા છેદાય, ભેદાય, ટુકડે ટુકડા થઈ જાય, અચેતન જેવા બની જાય તે પણ, એ મરતા નથી, પણ વેદના ભેગવે છે, છૂટા પડેલા શરીરના ભાગે વળી પાછા પારાની જેમ ભેગા થઈ જાય છે, એ જાનું આયુષ્ય નિરુપકમ હોય તેથી પૂરું આયુષ્ય ભોગવીને જ છૂટે છે. બીજા અંબરીષ જાતિના પરમાધામી દેવો, નારકીના જીને ઘણે ઊંચે આકાશમાં લઈ જઈને, અદ્ધર થી નીચે પડતા મૂકે છે. ઘણું કઠણ, તીક્ષણ ધારવાળા પથ્થરોવાળી જમીન ઉપર પડતાં જ એ વીંધાઈ જાય છે. એમના શરીર છોલાઈ જાય છે. વળી ઉપરથી એ પરમાધામી દે, જબરા ઘણના ઘા મારીને, તદ્દન તત્વ