________________ હા, એમાં ઝેરનું અનુમાન થાય છે, તે સત્ય હોવું જોઈએ. ધનપાલે રસેઈયાને કડક રીતે પૂછતાં સાચી વાતની જાણ થઈ, કે કઈ દુશ્મને રસેઈયાને ફેડ હતું અને મારી નાંખવા ઝેર નંખાવેલું હતું. આથી ધન પાલ ગુરૂમહારાજના ચરણમાં પડયો અને ગદગદ સ્વરે બેલ્યો. “હે મહારાજ! આપે તે મને નવું જીવન આપ્યું છે. આપને ઉપકાર માનું તેટલો ઓછો છે. - આપ જો ન પધાર્યા હતા તે મારું અને કુટુંબનું મોત થાત. હવે પ્રશ્ન થાય છે કે આપશ્રી અહીંના તદન અજાણ્યા છતાં ઝેરને કેવી રીતે જાણ્યું ? મુનિ બેલ્યા, 'दृष्टवा अन्नं सविष चकोरविहगो धत्ते विराग दृशो' છે, એ રીતના ચર પક્ષીને જોઈને અમે ઝેરને જાણ્યું. ધનપાલ બોલ્યા “આપને જોઈને મારા નાના ભાઈ શોભન યાદ આવે છે.” સાથેના નાના મુનિ બોલ્યા, - “આ જ તમારા બંધુ મહાજ્ઞાની બનેલા શેભન મુનિ છે.” ધનપાલને ખૂબ જ સદભાવ થયે અને મુનિશ્રી પાસેથી જૈનશાસનના અપૂર્વ તત્ત્વજ્ઞાનને પ્રકાશ મેળવતાં મિથ્યાત્વને અંધકાર દૂર થયે..અને જન ધર્મની દૃઢ શ્રદ્ધા થઈ. જૈનશ્રદ્ધાને રાજા ભેજ પણ ચલાયમાન ન કરી - શક્યા. જૈનધર્મની તેજવી કૃતિઓની સંરકતમાં અદભુત રચના કરી જેમાં તિલકમંજરી, ઋષભ પંચાશિકા વગેરે છે. ધનપાલ પંડિતે જૈનધર્મની ઉપાસના અને પ્રભાવના કરી જીવનને સફળ કર્યું. આ છે અભક્ષ્યના ત્યાગને ચમકાર!