________________ ર૭ કરવાનું કારણ એ જણાય છે કે છાશ દહીને વધુ ગરમ કરવાથી ફાટી જાય એટલે તેમ થતું અટકાવવા માત્ર સહેજ આંચ લાગવા દે છે, પરંતુ પાકું મીઠું અથવા બાજરીને આટ નાખી હલાવીને સારી રીતે ઉકાળવાથી છાશ ફાટી જશે નહિ માટે સારી રીતે ગરમ કરવું જોઈએ, પરંતુ લગાર ગરમ થયું તેને ઉકાળેલું ગેરસ કહેવાય નહિ. શાસ્ત્રોમાં ‘ઉકાળેલું ગોરસ એમ પાઠ છે. | ‘અગ્નિ વડે ઉકાળેલ=અતિ ઉષ્ણ ગોરસ છાસ, દહીં, દૂધ આદિમાં દ્વિદળ-કઠોળ પડવાથી વિદળનો જે દોષ છે, તે લાગતું નથી” આજકાલ અજ્ઞાનથી કે ઉતાવળથી ઉપગ રખાતું નથી તે સુધારા માગે છે. વિધિ અનુસાર ગોરસને ઉકાળ્યા પછી જ ચણાનો લોટ, મેથી, પ્રમુખ વિદળ મેળવાય તે દોષ ન લાગે. આમાં જવની રક્ષા એ મુખ્ય હેતુ છે. સ્વાદ એ ગૌણ છે. સ્વાદની ખાતર બરાબર ગરમ ગરમ ન થાય તે અભક્ષ્યને દોષ લાગે છે. ખાટા ઢોકળાનો આથો :- આ કરે છે, તે માટે પણ ઉપર મુજબ છાસ ગરમ કરવી જોઈએ. સ્વજન કુટુંબ, અન્ય દર્શનીયના નાત-જમણવાર વગેરે ઠેકાણે જમવા જતાં વિદળ માટે બરાબર ઉપગ રાખવો જોઈએ, નહિતર સહજમાં દોષ લાગી જવાનો સંભવ છે. કેવલી ભગવંતોએ કેવલજ્ઞાનથી વિદળ અને ગેરસના ચેગમાં જીવો ઊપજે છે એમ જઈને કથન કર્યું છે. નવા જી ઉત્પન્ન ન થાય અને ઉત્પન્ન થયેલા હોય તે