________________ 203 પિતાના મુખમાંથી હંસની વાત સાંભળતાં રાજા, કેશવને અત્યંત દુઃખ થયું. કેશવે વિચાર્યું, અહીંથી મારું નગર લગભગ સે ચેાજન દૂર હશે ! શું મને મારા ભાઈનું મુખ જેવા નહિ મળે ? જ્યાં આ વિચાર મનમાં ઉદ્દભવ્યા કે તરત જ કેશવ અને તેના પિતા પિતાના જ ઘરમાં હંસની પાસે ઊભેલા જણાયા, કારણ કે કેશવને વરદાન હતું કે તમે મનમાં જે વિચાર કરશો તે તમારા સર્વ મરથ પૂર્ણ થશે. કેશવે હંસનું શરીર જીર્ણ દશામાં જોયું.. આખું શરીર કેહવાઈ ગયું હતું. તેની બદ–દુગધ ચોમેર પ્રસરી રહી હતી. જેથી તેની પાસે કઈ ઊભું રહેવા પણ તૈયાર નહોતું. ફક્ત તેની માતા તેની પાસે બેઠી હતી. જેની આંખમાંથી અશ્રુધારા વહી. રહી હતી અને વિલાપ કરી રહી હતી. હસની નજીક જ જાણે મૃત્યુ આવીને ઊભું હોય તેમ ભાસ થતો હતો. સૌએ આશા છોડી દીધી હતી. નરકના જેવી ઘોર ભયંકર વેદના આ મૃત્યુલોકમાં હંસ ભેગવી રહ્યો હતે. કેશવે વિચાર્યું, હું અહીં ક્યાંથી? જ્યાં આ વિચાર, કર્યો ત્યાં તે વહ્નિદેવ જોવામાં આવ્યો વહ્નિદેવે કહ્યું : મિત્ર, હું જ તને અહીં ત્યાંથી ઉપાડી લાવ્યો છું.” આમ કહો વદ્ધિદેવ તતક્ષણ અદૃશ્ય થઈ ગયા. - ત્યારબાદ કેશવે હાથમાં જળ લઈ હંસના શરીર પર, છાંટયું. કેશવના હસ્તથી સ્પર્શાયેલું જળ હંસના શરીર પર પડતાં જ જાદુઈ અસર જણાઈ અને ડી જ ક્ષણમાં તે હંસ રોગથી મુક્ત બન્યું એટલું જ નહીં પણ સ્વસ્થ.