________________ કેશવના હૃદયમાં પિતાને દેશનની અભિલાષા થતાં સાક્ષાત્ તેના પિતા રાજમાર્ગથી પસાર થતા જોવામાં આવ્યા; જેનું મુખ પ્લાન હતું, કપડાંનું ઠેકાણું ન હતું કેશવે તરત જ પોતાના પિતાને ઓળખી લીધા. તે તરત જ રાજમહેલમાંથી નીચે ઊતરીને પિતાનાં ચરણમાં ઝુકી પડે છે. રાજાની પાછળ અનેક સેવકે દેડી આવ્યા. પિતાની કડી સ્થિતિ જોતાં કેશવનું હદય ભરાઈ આવે છે. રાજા કેશવે કહ્યું - પિતાજી! આપ તે સમૃદ્ધિવાન હતા, આજે આપને દેદાર કેમ રંક જેવો લાગે છે ? કેશવના પિતા યશધરે પિતાને પુત્ર રાજા બન્યો છે આ વાત જાણી ત્યારે તેમનાં નયને હર્ષ અને શેકથી સજળ બન્યાં. “પુત્ર કેશવ ! તારા ઘરથી નીકળ્યા બાદ હંસને મેં રાત્રિભોજન કરવા બેસાડો. થોડું જમ્યા પછી તે જમીન પર તરત જ ઢળી પડયે અને બેભાન બની ગયો. તેની માતાએ શી હકીકત છે તે જાણવા દીપક પ્રગટાવ્યો અને ભેજનના થાળમાં જોયું તો ખબર પડી કે ભેજન વિષ–ઝેરથી મિશ્ર બનેલું છે. માતાએ ઉપરના ભાગમાં નજર કરી ત્યારે તેણીએ ઉપરના મેજ ઉપર એક ઝેરી સર્પ જે. માતા કળી ગઈ કે જરૂર આ સપના મુખમાંથી ઝેર ભેજનમાં પડયું હશે, જેથી ભજન વિષમિશ્રત બની ગયું છે. હસની આ સ્થિતિ જોતાં માતા-પિતા સૌ કરૂણ આક્રંદ કરવા લાગ્યાં.