________________ - બંનેને દિવસે ભેજન આપવું નહીં, પણ રાતના જ આપવું, ભલે એ ભૂખ્યા રહે.” દુકાન બંધ કરી જયારે પુત્રે રાત્રે ઘેર આવ્યા ત્યારે તેણીએ ભજન કરવાનું કહ્યું, પણ ધૈર્ય ધરનાર બંને જણ ભૂખ્યા રહ્યા પણ ભેજન ન લીધું. આમ તેના દ્રષી પિતાએ પુત્રને એવા કામે લગાડી દીધા કે રાત્રે જ કામથી છૂટા થાય. આ રીતે એક-બે દિવસ નહિ પણ પાંચ દિવસ વ્યતીત થયા. બંનેને પાંચ પાંચ દિવસના ઉપવાસ થયા છતાં ય તેઓ પિતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા. દેહ પાતયામિ, વા કાર્ય સાધયામિ. ભલે દેહ પડે, પણ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પાછી પાની નહિ કરીએ એ એમને દઢ નિશ્ચય હતે. છઠ્ઠા દિવસે રાત્રે પિતાએ પુત્રોને કહ્યું વત્સ ! જે મને અનુકૂળ હોય તે પ્રમાણે જ વર્તવું જોઈએ, જે મને પ્રતિકૂળ હોય તે તમને પણ પ્રતિકૂળ લાગવું જોઈએ. તે જ તમે સાચા પુત્રો ગણએ. મને ખબર છે કે તમે રાત્રિભેજનને ત્યાગ કર્યો છે. પણ તમે નથી જમતા એટલે તમારી માતા પણ નથી જમતી. તેને પણ આજે - છઠ્ઠો ઉપવાસ થયો છે. તમારી નાની બહેન પણ ખાતીપીતી નથી. બધાં ઉપર દયા લાવવી જોઈએ અને એમની ખાતર તમારે ભેજન કરવું જોઈએ. તમારી નાની બહેન ભેજનના અભાવે ગ્લાનિ અનુભવે છે. મેં જ્યારે તમારી માતાને પૂછ્યું ત્યારે મને ખબર પડી. હું તે અંધારામાં રહતે. તમે ડાહ્યા અને શાણા છે, તમારે સમજવું જોઈએ.