________________ 187 આત્માને સંપૂર્ણપણે અભ્યદય કરે તે સર્વજ્ઞભાષિત. જૈન ધર્મ પ્રાપ્ત થયા છે. તે કલ્યાણ સાધવામાં પ્રમાદ, ત્યજી રાત્રિભેજન આદિ સર્વ અભક્ષને ત્યાગ કરવો કે જેથી ચોરાશી લાખ જીવનિમાં જન્મ-મરણના દુઃખથી. મુકત થઈ અજરામર શાશ્વત સુખ પામીએ. રાત્રિભેજનના ત્યાગના મહિમાનેં પ્રકાશિત કરતી. શ્રી હંસ-કેશવની પ્રેરક-બોધક કથા મન દઈને વિચારે, અને જીવનમાં પેસી ગયેલા અનાચાર રૂ૫ રાત્રિભેજનને. જીવનભર ત્યાગ કરી પરમસુખના માર્ગે વળો. 26, હંસ અને કેશવની કથા કુંડિનપુર નામની એક નગરી હતી. ત્યાં એક યશધર નામના વણિક વસતા હતા. જેને રંભા નામની. રૂપવતી ભાર્યા હતી. તેણીની કુક્ષિથી બે પુત્રરત્ન ઉત્પન્ન. થયાં. એકનું નામ હતું હંસ અને બીજાનું નામ હતું કેશવ. બીજના ચંદ્રમાની જેમ ધીરે ધીરે તેઓ વૃદ્ધિ પામતાં યૌવનાવસ્થામાં આવ્યા. એકદા બંને કુમાર ઉદ્યાનમાં કીડા કરવા માટે ગયા. કંઈક ભાગ્યને ઉદય, હતા, તેથી ત્યાં એમને ત્યાગી સાધુના દર્શન થયાં. મુનિવરનાં દર્શન થતાં જ તેમનું હૈયું હર્ષના હિલોળે. ચઢયું. બંને ભાઈઓ વંદના કરીને મુનિશ્રીની નજીક બેઠા. મુનિરાજે બનેને યોગ્ય જાણી બંધ આપ શરૂ કર્યો. ફળદ્રુપ જમીનમાં જેમ બીજ વાવવાથી ઊગી નીકળે. છે તેમ મુનિશ્રીના બેધક વચનેએ બંને આત્માઓમાં.