________________ લચપચ મીઠાઈઓ ખાઈએ, ચટાકેદાર શાક ને અથાણું ખાઈએ, દાળ અને દૂધપાકના સબરડા બેલાવીએ તે એ આત્માને અપરાધ છે. રસલાલૂપ બનીને જમવાથી ખુદ આપણે આપણા જીવનને અન્યાય કરીએ છીએ. માટે તો એક ડોકટરે વ્યંગમાં કહેલું કે, “મોટાભાગે લોકે અધુ પિતાના માટે ખાય છે અને અધું અમારું પાકીટ ભરવા.” 4. પથ્ય ખાવું-મતલબ કે પચે તેવું અને પચે તેટલું જ ખાવું, દરેકની શારીરિક પ્રવૃત્તિ સરખી નથી હોતી. ખાધેલું બધું પચી જ જાય એવું માનવાની જરૂર નથી. ભારે રાકને પચતાં વાર લાગે છે, હળવો ખોરાક જલદી પચી જાય છે. ખાધેલો ખેરાક પચે નહિ તો પણ શરીર બગડે છે. શરીર ભારે લાગે છે, બેચેની વર્તાય છે. તે ઉત્તમ એ છે કે જે ખોરાક ખાવાથી શરીરમાં સમરસ થઈ જાય, ખાવા છતાંય જરાય અકળામણ ન થાય તે જ પથ્ય ખેરાક લેવો જોઈએ, કેમકે ભેજન જેટલું સાદું અને સાત્ત્વિક તેટલું જીવન સારું. 5. પરિમિત ખાવું જોઈએ. જમાડનાર તો પ્રેમથી– આગ્રહથી વધુ ને વધુ જમાડે–પીરસે. ભાજન સમારંભ માટે સારા એવા પૈસા ખર્ચી હોય એટલે થાળમાં તો બત્રીસ જાતનાં શાક ને તેત્રીસ જાતની મીઠાઈ આવે પણ તેથી પૈસા વસૂલ કરવા કે પ્રેમાગ્રહને વશ થઈને પેટ તસતસ થઈ જાય તેવું ચિક્કાર ખાવાનું નથી, ગળા સુધી ડૂચવાનું નથી. ખાવામાં પણ પ્રમાણભાન રાખવાનું છે. અહીં હું તને ઉણાદરી તપ તરફ ધ્યાન દોરું છું. ભેજન પરાયું છે, પેટ પરાયું નથી. 6. ભૂખ કરતાં ચાર-પાંચ કોળિયા ઓછું ખાવું. ભૂખમરાથી મોત થવાનું નોંધાયું છે; પણ ઓછું ખાવાથી મર્યાની કયાંય નેધ નથી. સ્વાથ્યની જાળવણી માટે તેમજ