________________ આરેગ્ય અને સ્વાથ્યનું મૂળ શુદ્ધ અન્ન લેખક: કુમારપાળ વિ. શાહ-મુંબઈ પ્રિય મિત્ર, સસ્નેહ આત્મસ્મરણ. તારો પત્ર મળે. તું લખે છે કે, હમણાં હમણાં જોઈએ તેવી સ્કૃતિ અને તાજગી નથી. બેચેન અને બેદિલ રહું છું. દરેક બાબતમાં કંટાળો આવે છે. નથી તાવ, નથી ઉધરસ. કાઈ જ બીમારી નથી છતાંય જીવન જીવવાને બદલે ઢસરડતો હોઉં તેવું સતત લાગે છે. આનું શું કારણ ? | મારા મતે એક જ મુખ્ય અને મહત્ત્વનું કારણ અજી અથવા અકાળે ભજન અથવા અજીર્ણ અને અકાળે ભેજન બને. તને યાદ આપું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ ગૃહસ્થ ધર્મનું જે એક સામાન્ય સ્વરૂપ સમજાવ્યું છે તેમાં લખ્યું છે કે, “અજીણે અભેજન, કાલે ભુક્તિ સામ્યાદલીલ્યતઃ” અર્થા અજીર્ણ થયું હોય, પેટમાં કબજિયાત હોય, ઝાડે (મળ) સાફ અને બરાબર ન આવતી હોય, ઝાડો પાતળે થત હોય, ઝાડો ગંધાતો હોય, શરીર તૂટતું હોય, ખાવાની રૂચિ ન થતી હોય, ઓડકાર ખાટા આવતા હોય, વાછૂટ ગંધાતી હોય તો ખાવું ન જોઈએ. તને તો આમાનું કંઈ થતું નથી ને? આમાંનું કંઈ પણ એકાદ કે એકથી વધુ થતું હોય તો તેને અજીર્ણ થયું છે અને પૂર્વના ને પશ્ચિમના, પ્રાચીન અને અર્વાચીન તમામ ડોકટરો, વૈદ્યો, હકીમે અને સંતે-જ્ઞાનીઓ પણ કહે છે કે અજીર્ણ થયું હોય ત્યારે ભેજન કરવાથી અનેક રોગોને નિમંત્રણ અપાય છે. આથી જ “કાલે ભુક્તિ સામ્યાલૌલ્યત” મતલબ કે