________________ ભારતીય કરતાં યુરોપિયન અને અમેરિકન પ્રજામાં કે જ્યાં માંસાહાર ખેરાક વિશેષ પ્રમાણમાં વપરાય છે ત્યાં મેન્ટલ હેસ્પિટલ-દીવાનાશાળા (પાગલખાના)ની સંખ્યા વિશેષ છે. હજારો માનસિક ચિકિત્સકે છે, અને હિસાબ વિનાના દરદીઓ છે. (6) રૂપમાં સરસાઈ ભાગવતા નથી :- માંસના ભજનથી શરીરના અવયમાં ખામી ઊભી થાય છે. ભિન્ન ભિન્ન રોગથી શરીરનું તેજ-લાવણ્ય–સોંદર્ય હીન કોટિનું બનતું જાય છે, જે શાકાહારીના રૂપની સાથે તુલનામાં આવી શક્તા નથી. (7) રેગોત્પાદક માંસ - પશુઓ જ રેગિષ્ઠ હેવાથી તેનું માંસ ખાનારને રોગો થાય છે. જે જે પ્રાણીઓને ઝબ્બે કરવામાં આવે છે, તે તે પ્રાણીઓ કંઈ તંદુરસ્ત હેતાં નથી. શરીરે વ્યાધિ તેમજ જ્યારે તેઓ અશક્ત થાય છે ત્યારે તેમને કસાઈખાને લઈ જવામાં આવે છે. પ્રાણીના માંસથી માંસાહારી લેકે ભયંકર દરદના ભંગ બની રિબાય છે. છે. ગામગી પિતાના રિપોર્ટમાં કહે છે કે “જે કુલ માંસ ખાવાના ઉપયોગમાં લેવાય છે તેને પાંચમો ભાગ ઝેરી તેમજ જૂનાં દરથી પીડાતાં જનાવરને મારવાથી થાય છે.” સર રોબર્ટ એમ. ડી. ખાતરીથી કહે છે કે જે જનાવરોને પાઠાં જેવાં દરદે થયાં હોય છે. તેઓનું માંસ તથા દૂધ જેવા પદાર્થો એટલા તે ઝેરી છે કે જેઓ તેને અડકે છે અથવા ખાય છે તે બધાં સરખી રીતે ગંભીરપણે હેરાન થાય છે. ડે, એ, કાપેન્ટરે કહેલું કે એક પોલીસને એજન્ટ કે જે મેટ્રોપોલીટન મીટ માર્કેટને ઈન્સપેકટર હતા. તેને પ્રતિજ્ઞાપૂર્વક નીચે પ્રમાણે કહેતાં મેં સાંભળ્યો છે કે “લંડન (ધ્યાન આપજે લંડન જેવા)ની મારકીટમાં જે માંસ મોકલવામાં આવે છે તે સેંકડે 80 ટકા ક્ષય-રી બી. વગેરે રોગજનક હેાય છે.”