________________ લોહીમાં તેનાં તો ફરવા માંડે છે અને લોહીમાં પૂરતું કામ બજાવી છેવટે તેને ઉપયોગમાં ન આવતો ભાગ બહાર નીકળે છે. તે બહાર નીકળવા માટે મુખ્ય ચાર રસ્તા છે. પેશાબ, મળ, શ્વાસોશ્વાસ અને પરસેવો. એટલે જેટલે અંશે આ માર્ગો ખુલ્લા નથી લેતા તેટલે તેટલે દરજજે શરીરમાં દરેક ક્રિયાને અવરોધ થાય છે, અને તે તે પ્રમાણે શરીરમાં વ્યાધિ થાય છે. માંસમાં મુખ્ય ધ્યાન ખેંચનારું તત્વ “યુરિક એસિડ' નામે છે. તેને બહાર નીકળવાને મુખ્ય માર્ગ પેશાબને છે. જેટલા પ્રમાણમાં માંસાહાર વધારે લેવાય છે તેટલા પ્રમાણમાં તે વધારે ઉત્પન થાય છે, ને ઘટતા ફેરફાર બાદ પેશાબમાંથી બહાર નીકળવા દરમ્યાન લોહીમાં તેની હાજરીથી એવો ફેરફાર થાય છે કે લોહીની કેશવાહિનીમાંથી તે પદાર્થ પૂરતા બહાર નીકળી શકતા નથી અને ન નીકળવાથી તેટલા પ્રમાણમાં તે લોહીમાં રહેવા પામે છે, અને આવી રીતે બગડેલું લેહી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં તેની અસર થતી જાય છે. જેથી લક, નજ, માથું દુખવું, પિત્ત વધવું ઇત્યાદિ લેહી વિકારના રેગ માંસાહારીને સહેલાઈથી થાય છે. (3) દારૂ પીવાની ટેવ પડે છે :- માંસાહાર ખાવાથી એક જાતની તરસ લાગે છે અને તે છીપાવવાને માટે દારૂ પીવા પડે છે. તેમ કરતાં દારૂની ટેવ પડે છે, અને દારૂ પણ વ્યસન હોવાથી એકને બદલે બે જાતની બદી ગળે વળગે છે. ડે. હેગ M. A. M. D. લખે છે કે દારૂ તે કૃત્રિમ ઉરોજક છે. ઉત્તેજક પદાર્થ શરીરમાં જે ભંડોળ (બળ) અગાઉ સાચવી રાખેલ હોય છે તેને જ માત્ર ઉપયોગ કરે છે અને જેટલા જેટલા પ્રમાણમાં આવા ભંડોળને અગાઉ ઉપયોગ થઈ ગયો હોય તેટલા તેટલા પ્રમાણમાં બળ વધારે ઉત્પન્ન કરવામાં વધારે ઉરોજકની જરૂર રહે છે. જ્યારે શુદ્ધ ખોરાક છે, તે બહારથી નવા