________________ દ્વાર ૧૫૭મું - 17 પ્રકારના મરણ 467 શાસનની હીલના અટકાવવી વગેરે કારણે વૈહાયસમરણ અને ગૃધ્રપૃષ્ઠમરણ આ બે મરણોની અનુમતિ છે. (15) ભક્તપરિજ્ઞામરણ - ‘ભૂતકાળમાં અમે ઘણું ખાધું છે, ખાવા માટે જ બધા પાપો થાય છે.” એમ જાણીને જીવનપર્યંત ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરીને મરવું તે ભક્તપરિજ્ઞામરણ. અહીંથી આગળ કહેવાતા 3 મરણોમાં આ જઘન્ય મરણ છે, કેમકે સાધ્વીજી પણ આ મરણથી મરી શકે છે. (16) ઈગિનીમરણ - જીવનપર્યત ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને નિશ્ચિત કરેલા ક્ષેત્રમાં સમાધિ રહે એટલા માટે પડખુ ફેરવવું વગેરે ચેષ્ટા કરીને મરવું તે ઇંગિનીમરણ. આ મધ્યમ મરણ છે, કેમકે સાધ્વીજી આ મરણ સ્વીકારી શકતા નથી. (17) પાદપોપગમનમરણ - ઝાડ જે રીતે પડ્યું હોય તેમ જ પડ્યું રહે છે, હલતું નથી, તેમ સમાન કે વિષમ ભૂમિમાં અંગ કે ઉપાંગ જે રીતે પડ્યા હોય તેમને હલાવ્યા વિના જીવનપર્યત ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને મરવું તે પાદપોપગમનમરણ. આ ઉત્કૃષ્ટમરણ છે, કેમકે પહેલા સંઘયણવાળા જ આ મરણ સ્વીકારી શકે છે. + આવતી કાલ પહેલી આવશે કે આવતો જન્મ પહેલા આવશે એની આપણને ખબર નથી. માટે ધર્મ આજે જ કરી લેવા જેવો છે. + જીભ જેવા બની જાઓ. ઘી જીભ પર છતાં જીભ ચીકણી નહીં. શરીર સંસારમાં પણ મન પર એની અસર નહીં. | + ‘તપશ્ચર્યા મેં કરી.” આ છે સંસારી ચિત્ત. “પ્રભુની કૃપાથી તપશ્ચર્યા થઈ.” આ છે સાધક ચિત્ત.