________________ દ્વાર ૧૫૩મું - શ્રાવકની 11 પ્રતિમાઓ 46 1 (7) દિવસબ્રહ્મચર્યપ્રતિમા - તેમાં છ મહિના સુધી દિવસે બ્રહ્મચર્ય પાળે અને રાત્રે પરિમાણ કરે. દિવસરાત બ્રહ્મચર્યપ્રતિમા - તેમાં 8 મહિના સુધી દિવસ-રાત બ્રહ્મચર્ય પાળે, સ્નાન ન કરે, વાળ-દાઢી-મૂછ-નખની શોભા ન (8) હિ કરે. (9) સ્વાયંભત્યાગપ્રતિમા - તેમાં 9 મહિના સુધી પોતે આરંભ ન કરે. (10) પ્રેપ્યારંભત્યાગપ્રતિમા - તેમાં 10 મહિના સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવે. (11) ઉદ્દિષ્ટાન્નવર્જન-શ્રમણ ' . તમા - તેમાં 11 મહિના સુધી પોતાની માટે બનાવેલ આહારને વર્ષે અને સાધુની જેમ રહે. ત્રણ પ્રકારના હાસ્ય નુકસાનકારક છે - (1) ઉદારતા વિનાની સંપત્તિનું. (2) નમ્રતા વિનાની સફળતાનું. (3) પવિત્રતા વિનાની સ્વસ્થતાનું. + કોઈ ગધેડો એવો મૂરખ નથી હોતો કે જે એકના એક ખાડામાં બે વાર પડતો હોય! આપણે એવા મૂરખ છીએ કે અનેક વખત ખોટા અનુભવો થયા પછી પણ કષાયના કે વિષયના રસ્તેથી પાછા ફરી જવા તૈયાર નથી. સાધના અંગેની આપણામાં તાકાત કેટલી છે તેનો તાગ મેળવવાનો એક જ ઉપાય છે, ખાપણે સાધના શરૂ કરી દેવી.