________________ દ્વાર ૧૫૩મું - શ્રાવકની 11 પ્રતિમાઓ 459 દ્વાર ૧૫૩મું - શ્રાવકની ૧૧પ્રતિમાઓ (2) (1) દર્શન પ્રતિમા - તેમાં 1 મહિના સુધી કદાગ્રહ અને અતિચાર વિનાનું નિર્મળ સમ્યકત્વ પાળવાનું હોય છે. વ્રતપ્રતિમા - તેમાં મહિના સુધી શ્રાવકના 12 વ્રતો અતિચારરહિત અને અપવાદરહિત પાળવા. પહેલી પ્રતિમાના બધા અનુષ્ઠાનો અહીં કરવા. એમ આગળ પણ પછી પછીની પ્રતિમામાં પૂર્વે પૂર્વેની પ્રતિમાના બધા અનુષ્ઠાન કરવા એમ સમજવું. (3) સામાયિકપ્રતિમા - તેમાં 3 મહિના સુધી દરરોજ ઉભયતંક સામાયિક કરવું. (4) પૌષધપ્રતિમાને તેમાં 4 મહિના સુધી આઠમ-ચૌદશ વગેરે પર્વતિથિએ આહાર-શરીરસત્કાર-અબ્રહ્મ-વ્યાપારના ત્યાગરૂપ પૌષધ કરવો. (5) પ્રતિમાપ્રતિમા - તેમાં 5 મહિના સુધી પર્વતિથિએ એક રાત્રીનો કાઉસ્સગ્ન કરવો. આ પ્રતિમા કરનારો સાત્ત્વિક અને જ્ઞાની હોય. બાકીના દિવસોમાં તે સ્નાન ન કરે, રાત્રિભોજન ન કરે, દિવસે પ્રકાશમાં વાપરે, વસ્ત્રનો કછોટો ન બાંધે, દિવસે બ્રહ્મચર્ય પાળે, રાત્રે સ્ત્રીઓનું કે તેના ભોગોનું પ્રમાણ કરે. કાઉસ્સગ્નમાં તે જિનેશ્વર ભગવંતોનું કે પોતાના દોષોના પ્રતિપક્ષી ઉપાયોનું ધ્યાન કરે. (6) અબ્રહ્મવર્જનપ્રતિમા - તેમાં 6 મહિના સુધી કામકથા, વધુ પડતી વિભૂષા, સ્ત્રીકથા અને અબ્રહ્મનો ત્યાગ કરવો. (7) સચિત્તાહારવર્જનપ્રતિમા - તેમાં છ મહિના સુધી સચિત્ત આહારનો ત્યાગ કરવો. (8) આરંભવર્જનપ્રતિમા - તેમાં 8 મહિના સુધી પૃથ્વી વગેરેની હિંસારૂપ આરંભ પોતે ન કરવો. આજીવિકા માટે નોકરી વગેરે