________________ દ્વાર ૨૬૯મું - નંદીશ્વરદ્વીપની સ્થિતિ 74 (4) દરેક અંજનગિરિની ચારે દિશામાં 1 લાખ યોજન જઈને 1-1 વાવડી છે. તે આ પ્રમાણે - અંજનગિરિ વાવડીના નામો | | પૂર્વમાં | દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં પૂર્વનો | નંદોત્તરી | નંદા | આનંદા | નંદિવર્ધના | દક્ષિણનો | ભદ્રા | વિશાલા | કુમુદા | પુંડરીકિણી પશ્ચિમનો | નંદિષણા અમોઘા | ગોસ્તૃભા સુદર્શના | ઉત્તરનો | વિજયા | વૈજયંતી | જયંતી | અપરાજિતા | આ વાવડીઓ 1 લાખ યોજન લાંબી-પહોળી છે અને 10 યોજન ઊંડી છે. તેમની ચારે દિશામાં વિવિધ મણિના થાંભલા પર રહેલા ઊંચા તોરણો અને 1-1 વન છે. તે વનોના નામો પૂર્વે કહ્યા મુજબ જાણવા. (5) આ વાવડીઓની મધ્યમાં સ્ફટિકના દધિમુખ પર્વતો છે. તે સફેદ કાંતિવાળા છે. તે 64,000 યોજન ઊંચા છે, 10,000 યોજન પહોળા છે અને 1,000 યોજન ભૂમિમાં ઊંડા છે. તેમની ઉપરનીચેની પહોળાઈ સરખી છે. તેમની ઉપર 1-1 સિદ્ધાયતન છે. તે અંજનગિરિ પર્વતપરના સિદ્ધાયતનો જેવા છે. તે વાવડીઓના આંતરામાં 2-2 રતિકર પર્વતો છે. તે લાલ છે. તેમનો સ્પર્શ કોમળ છે. તેમની ઉપર ઇન્દ્રો રહે છે. તે 10,OOO યોજન ઊંચા અને પહોળા છે, 250 યોજન ઊંડા છે. તેમની ઉપર પણ 1-1 જિનાલય છે. તે પૂર્વે કહેલ સિદ્ધાયતનો જેવા છે. આમ નંદીશ્વરદ્વીપમાં દરેક દિશામાં 13-13 પર્વત છે.