________________ 6 24 દ્વાર ૨૨૮મું- ગુણઠાણાઓમાં પરલોકગતિ વૈક્રિયશરીર ન બને ત્યાં સુધી વૈક્રિય અને કાર્પણની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશ્ર કાયયોગ. વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિયશરીર બનાવતી વખતે કે છોડતી વખતે વૈક્રિય અને ઔદારિકની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશ્ર કાયયોગ. (vi) આહારકમિશ્ર કાયયોગ - 14 પૂર્વધર મહાત્માને આહારક શરીર બનાવતી વખતે કે છોડતી વખતે આહારક અને ઔદારિકની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્ર કાયયોગ. (vi) કાર્પણ કાયયોગ - તેજસ-કાશ્મણ શરીરથી થતી પ્રવૃત્તિ તે કાર્પણ કાયયોગ. તે વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. તૈજસશરીર હંમેશા કાર્મણશરીરની સાથે જ હોવાથી તૈજસ કાયયોગ જુદો કહ્યો નથી, કાર્પણ કાયયોગમાં જ તેનો સમાવેશ થઈ જાય દ્વાર ૨૨૮મું - ગુણઠાણાઓમાં પરલોકગતિ પહેલું, બીજું અને ચોથું ગુણઠાણું લઈને જીવ પરભવમાં જઈ શકે છે. બાકીના ગુણઠાણા લઈને પરભવમાં જઈ શકાતું નથી. બાકીના ગુણઠાણા મૂકીને જીવ પરભવમાં જાય છે. + દેવ પ્રત્યે શ્રદ્ધા, ગુરુ પ્રત્યે સમર્પણ, સહવર્તી પ્રત્યે સભાવ અને ચેષ્ટામાત્રમાં યતના - આ ચાર પરિબળોની હાજરી જ સંયમજીવનને ચતુર્ગતિનાશક બનાવી શકવાની છે.