________________ 610 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જીવના વિશેષ સ્વભાવરૂપ ગુણોની શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતો સ્વરૂપભેદ તે ગુણસ્થાનક. તે 14 છે - (1) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક - જેમ ધતૂરો ખાધેલ મનુષ્યને સફેદ વસ્તુ પીળી દેખાય છે તેમ અરિહંત ભગવાને બતાવેલ તત્ત્વોને જે વિપરીત રીતે સ્વીકારે છે તે મિથ્યાષ્ટિ. તેનું ગુણસ્થાનક તે મિથ્યાષ્ટિ ગુણસ્થાનક. જો કે મિથ્યાદષ્ટિ જીવ અરિહંત ભગવાને બતાવેલા તત્ત્વોને વિપરીત રીતે સ્વીકારે છે, છતાં મનુષ્ય, પશુ વગેરેનો સ્વીકાર તેનો અવિપરીત હોય છે, જેમ ગાઢ વાદળથી ઢંકાયેલા સૂર્યની પણ કંઈક પ્રભા હોય છે તેમ. માટે તેને પણ ગુણસ્થાનક કહ્યું. - જિનેશ્વર ભગવાને કહેલા બધા વચનો સાચા માનવા છતાં તેમાંથી એકાદ અક્ષર પણ જેને ન રુચે તે મિથ્યાષ્ટિ છે, કેમકે તેને ભગવાન પર વિશ્વાસ નથી. તેથી મિથ્યાષ્ટિનો મનુષ્ય, પશુ વગેરેનો સ્વીકાર અવિપરીત હોવા છતાં જિનેશ્વર પ્રભુના વચનોને તે વિપરીત રીતે સ્વીકારતો હોવાથી તે મિથ્યાષ્ટિ છે, સમ્યગૃષ્ટિ નથી. તે સમ્યમ્મિગ્લાદૃષ્ટિ પણ નથી, કેમકે મતિની દુર્બળતાને લીધે સાચુ કે ખોટુ જ્ઞાન ન હોવાથી જેને જિનેશ્વર પ્રભુના વચનો પર શ્રદ્ધા પણ નથી અને તેનાથી વિપરીત સ્વીકાર પણ નથી તે સમ્યમિથ્યાષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ આવો નથી. (2) સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક - પરામિક સમ્યકત્વનો જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા કાળ બાકી હોય ત્યારે કેટલાક જીવોને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે, હજી મિથ્યાત્વ