________________ 608 દ્વાર ૨૨૩મું - અજીવના 14 પ્રકાર વિભાગ ન થઈ શકે તે પ્રદેશ. તે લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે એટલે કે અસંખ્ય છે. (i) અધર્માસ્તિકાય - જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાય કરનારુ દ્રવ્ય તે અધર્માસ્તિકાય. તેના 3 પ્રકાર છે - (a) દ્રવ્ય - ] (b) દેશ - | ઉપરની જેમ (C) પ્રદેશ - 1 (ii) આકાશાસ્તિકાય - અન્ય દ્રવ્યોને રહેવાની જગ્યા આપનારુ દ્રવ્ય તે આકાશાસ્તિકાય. તેના 3 પ્રકાર છે - (a) દ્રવ્ય - સંપૂર્ણ દ્રવ્ય. (b) દેશ - દ્રવ્યના બુદ્ધિથી કલ્પેલા વિભાગો તે દેશ. તે બે વગેરે પ્રદેશોવાળા હોય છે. (c) પ્રદેશ - દ્રવ્યના બુદ્ધિથી કલ્પેલા નાનામાં નાના વિભાગો કે જેના બે વિભાગ ન થઈ શકે તે પ્રદેશ. તે અનંત છે, કેમકે અલોકાકાશ અનંત છે. પુદ્ગલાસ્તિકાયના સ્કંધમાંથી પ્રદેશ છૂટો પડી શકે છે. તેથી તેનો પરમાણુ નામનો ચોથો ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના સ્કંધમાંથી પ્રદેશ છૂટો પડી શકતો નથી. તેથી તેનો પરમાણુ નામનો ચોથો ભેદ નથી. (v) કાળ - જુનાને નવું કરે અને નવાને જુનું કરે તે કાળ . તે વર્તમાનસમય રૂપ હોવાથી તેના કોઈ પ્રકાર નથી. આમ અજીવના કુલ 14 પ્રકાર થયા.