________________ 584 અંતરાયકર્મની ઉત્તરપ્રકૃતિઓ તપ-પ-ઐશ્વર્ય-શ્રુતથી સત્કાર, અભ્યત્થાન (ઊભા થવું), આસન આપવું, અંજલી કરવી વગેરે મળે તે. (i) નીચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવને નીચા કુળ-જાતિ મળે, જ્ઞાન વગેરેથી યુક્ત હોવા છતાં નિંદા થાય છે. (8) અંતરાયકર્મ - તેની પ ઉત્તરપ્રકૃતિ છે - (i) દાનાંતરાય - વૈભવ હોય, ગુણવાન પાત્ર હોય, દાનનું ફળ જાણતો હોય છતાં જે કર્મના ઉદયથી દાન ન આપી શકે તે. (i) લાભાંતરાય - દાતા ઉદાર હોય, જોઈતી વસ્તુ હોય, યાચકની યાચના કુશળ હોય છતાં જે કર્મના ઉદયથી લાભ ન મેળવી શકે તે. (ii) ભોગાંતરાય - આહાર વગેરેની વિશિષ્ટ સામગ્રી હોય અને પચ્ચખાણ કે વૈરાગ્ય ન હોય છતાં જે કર્મના ઉદયથી કૃપણતાથી ભોગવવા ઉત્સાહિત ન થાય તે. એક વાર ભોગવાય તે ભોગ. દા.ત. આહાર, ફૂલની માળા વગેરે. વારંવાર ભોગવાય તે પરિભોગ. દા.ત. ઘર, સ્ત્રી વગેરે. (i) પરિભોગાંતરાય - પરિભોગની બધી સામગ્રી હોય અને પોતે પચ્ચખાણ કે વૈરાગ્ય વિનાનો હોય છતાં જે કર્મના ઉદયથી કૃપણતાથી પરિભોગ કરવા ઉત્સાહિત ન થાય તે. () વીર્યંતરાય - નીરોગી શરીર હોય, પોતે યુવાન હોય છતાં જે કર્મના ઉદયથી બળવાનશરીરથી સાધવા યોગ્ય કાર્યને ન કરી શકે, અથવા અલ્પ સત્ત્વવાળો હોવાથી બળવાન શરીરથી સાધવા યોગ્ય કાર્યને જે કર્મના ઉદયથી કરી ન શકે તે. આમ 8 કર્મોની 158 ઉત્તરપ્રકૃતિઓ છે -