________________ દ્વાર ૪થુ - પ્રત્યયપ્રરૂપણા (5) સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર = 4:- આ પ્રકૃતિઓની રસઉદીરણા દેશવિરત અને સર્વવિરત જીવોને ગુણપરિણામપ્રત્યય છે, વ્રતરહિત જીવોને ભવપ્રત્યય છે. (6) નોકષાય 9 :- આ પ્રવૃતિઓના જઘન્ય રસસ્પર્ધકથી માંડીને અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રસસ્પર્ધકોની ઉદીરણા દેશવિરત વગેરેને ગુણપરિણામપ્રત્યય છે. જઘન્ય રસસ્પર્ધકથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ રસસ્પર્ધકોની ઉપરના રસસ્પર્ધકોનો રસ અત્યંત દઢ હોવાથી તેમની ઉદીરણા થતી હોય ત્યારે દેશવિરતિ પરિણામ થતો નથી. જઘન્ય રસસ્પર્ધકથી અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રસસ્પર્ધકોની ઉપરના ઉત્કૃષ્ટ રસસ્પર્ધક સુધીના અસંખ્ય બહુભાગ પ્રમાણ રસસ્પર્ધકોની ઉદીરણા દેવ, નારક અને વ્રતરહિત મનુષ્યતિર્યંચને ભવપ્રત્યય છે. (7) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, દર્શનમોહનીય 3, કષાયો 16, અંતરાય 5 = 38 :- આ પ્રકૃતિઓની રસઉદીરણા તિર્યંચ અને મનુષ્યને ગુણપરિણામપ્રત્યય છે, તથા દેવ અને નારકીને ભવપ્રત્યય છે. (8) જિનનામકર્મ :- જિનનામકર્મની રસઉદીરણા મનુષ્યને ગુણપરિણામપ્રત્યય છે. (9) શેષ પ૬ પ્રકૃતિઓ (વેદનીય 2, આયુષ્ય 4, ગતિ 4, જાતિ પ, દારિક 7, સંઘયણ 6, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, કર્કશસ્પર્શ, ગુરુસ્પર્શ, આનુપૂર્વી 4, કુખગતિ, ઉપઘાત, 1. પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા 51 અને તેની બન્ને ટીકાઓમાં પાના નં. 134 ઉપર કહ્યું છે કે, 'હું નોકષાયોના જઘન્ય રસસ્પર્ધકથી માંડીને અનંતમા ભાગ પ્રમાણ રસસ્પર્ધકોની ઉદીરણા દેશવિરત વગેરેને ગુણપરિણામપ્રત્યય છે.'