________________ 2 79 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ ठिइसंकमो व्व ठिइउवसमणा, णवरिं जहन्निया कज्जा / अब्भवसिद्धिजहन्ना, उव्वलगनियट्टिगे वियरा // 70 // સ્થિતિદેશોપશમના સ્થિતિસંક્રમ પ્રમાણે જાણવી, પણ જઘન્ય સ્થિતિદેશોપશમનાનો સ્વામી અભવ્યસિદ્ધિક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં રહેલો જીવ કરવો. જેમની જઘન્ય સ્થિતિ અભવ્યપ્રાયોગ્ય નથી તેવી ઈતર પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિદેશોપશમના તેમની ઉઠ્ઠલનામાં કે અપૂર્વકરણમાં મળે છે. (70) अणुभागसंकमसमा, अणुभागुवसामणा नियट्टिम्मि / संकमपएसतुल्ला, पएसुवसामणा चेत्थ // 71 // રસદેશોપશમના રસસંક્રમની સમાન જાણવી, પણ તેના સ્વામી અપૂર્વકરણ સુધીના જીવો જ જાણવા. અહીં પ્રદેશદેશોપશમના પ્રદેશસંક્રમની સમાન જાણવી, પણ તેના સ્વામી અપૂર્વકરણ સુધીના જીવો જ જાણવા. (71) - - - - - - કર્મપ્રકૃતિના ઉપશમનાકરણના મૂળગાથા - શબ્દાર્થ સમાપ્ત - - -