________________ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ 277 ગુણઠાણે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે) જાય છે અથવા કોઈ જીવ સાસ્વાદન ગુણઠાણે પણ જાય છે. (2) उवसमसम्मत्तद्धा-अंतो आउक्खया धुवं देवो / / तिसु आउगेसु बढेसु, जेण सेढिं न आरुहइ // 63 // ઉપશમસમ્યક્ત્વના કાળમાં આયુષ્યનો ક્ષય થાય તો અવશ્ય દેવ થાય, કેમકે દેવાયુષ્ય સિવાયના ત્રણ આયુષ્ય બંધાયા હોય તો જીવ ઉપશમશ્રેણિ માંડતો નથી. (63) उग्घाडियाणि करणाणि, उदयट्ठिइमाइगं इयरतुल्लं / एगभवे दुक्खुत्तो, चरित्तमोहं उवसमेज्जा // 4 // ચઢનારાને જે જે સ્થાને જે જે કરણોનો વિચ્છેદ થયો હોય પડનારાને તે તે સ્થાને તે તે કરણો શરૂ થાય છે. પડનારાના ઉદયસ્થિતિ વગેરે ચઢનારાની સમાન છે. એક ભવમાં બે વાર ચારિત્રમોહનીયની ઉપશમન થાય છે. (64) उदयं वज्जिय इत्थी, इत्थि समयइ अवेयगा सत्त / तह वरिसवरो वरिसवरि-त्थि समगं कमारद्धे // 65 // સ્ત્રીવેદે ઉપશમશ્રેણિ માંડનાર જીવ ઉદયસ્થિતિને છોડીને સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે અવેદક થઈને સાત નોકષાયોને ઉપશમાવે છે. નપુંસર્વેદ ઉપશમશ્રેણિ માંડનાર જીવ તે રીતે (ઉદયસ્થતિ છોડીને) ક્રમથી ઉપશમાવવા શરૂ કરાયેલ નપુંસકવેદ અને સ્ત્રીવેદને એક સાથે ઉપશમાવે છે. (65) पगइ-ठिई-अणुभाग-प्पएसमूलुत्तराहि पविभत्ता / देसकरणोवसमणा, तीए समियस्स अट्ठपयं // 66 //