________________ 2 ૭પ કમપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ गेण्हंतो य मुयंतो, असंखभागो य चरिमसमयम्मि / उवसामेई बीय-ठिई पि पुव्वं व सव्वद्धं // 55 // સૂક્ષ્મસંપરાય ગુણઠાણાના ચરમસમય સુધી પ્રતિસમય કિઠ્ઠિઓનો નવો નવો અસંખ્યાતમો ભાગ ગ્રહણ કરતો અને ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓનો અસંખ્યાતમો ભાગ છોડતો સૂક્ષ્મસંપરાય ગુણઠાણાના સર્વ કાળ સુધી પૂર્વેની જેમ બીજીસ્થિતિને ઉપશમાવે છે. (55) उवसंतद्धा भिन्नमुहुत्तो, तीसे य संखतमतुल्ला / गुणसेढी सव्वद्धं, तुल्ला य पएसकालेहिं // 56 // ઉપશાંતમો ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત છે. ઉપશાંતમોહ ગુણઠાણાના સંપૂર્ણ કાળ સુધી તેના સંખ્યામાં ભાગ પ્રમાણ અને પ્રદેશ તથા કાળની અપેક્ષા તુલ્ય ગુણશ્રેણિ કરે છે. (પદ) उवसंता य अकरणा, संकमणोवट्टणा य दिट्ठितिगे / पच्छाणुपुव्विगाए, परिवडइ पमत्तविरतोत्ति // 57 // ઉપશાંત થયેલી મોહનીયની પ્રકૃતિઓને કરણો લાગતા નથી. ઉપશાંત થયેલ દર્શન ૩માં સંક્રમકરણ અને ઉદ્વર્તનાકરણ પ્રવર્તે છે. ૧૧માં ગુણઠાણાનો કાળ પૂર્ણ થતા પચ્ચાનુપૂર્વીથી પ્રમત્તસંવત ગુણઠાણા સુધી પડે છે. (57) उक्कड्डित्ता बिइयठिईहिं, उदयादिसुं खिवइ दव्वं / सेढीइ विसेसूणं, आवलिउप्पिं असंखगुणं // 58 // બીજી સ્થિતિમાંથી દ્રવ્યને ખેંચીને ઉદયસમય વગેરેની સ્થિતિઓમાં નાંખે છે. 1 આવલિકા સુધી શ્રેણિથી (ક્રમશ:) વિશેષપૂન વિશેષપૂન દ્રવ્ય નાંખે છે. આવલિકાની ઉપર અસંખ્યગુણ દ્રવ્ય નાંખે છે. (58)