________________ 272 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ અંતરકરણ કર્યા પછીના સમયે નવા બંધાયેલા કર્મોની ઉદીરણા છ આવલિકા પછી થાય છે, મોહનીયનો 1 ઠાણિયો રસ બંધાય છે, મોહનીયના સંખ્યાતા વર્ષના બંધ અને ઉદીરણા થાય છે, અહીંથી મોહનીયનો સંખ્યાતગુણહીન બંધ થાય છે, શેષ કર્મોનો સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે, નપુંસકવેદોપશમનાના ચરમ સમય સુધી નપુંસકવેદને અસંખ્યગુણાકારે ઉપશમાવે છે. (43, 44) एवित्थी संखतमे गयम्मि, घाईण संखवासाणि / संखगुणहाणि एत्तो, देसावरणाणुदगराई // 45 // એ જ પ્રમાણે સ્ત્રીવેદની ઉપશમના કરે છે. સ્ત્રીવેદોપશમનાનો સંખ્યાતમો ભાગ ગયે છતે ઘાતકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. ત્યારથી તેનો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. અહીંથી દેશ આવરણ (જ્ઞાનાવરણ 4, દર્શનાવરણ 3) નો પાણીમાં રેખા સમાન 1 ઢાણિયો રસ બંધાય છે. (45) ता सत्तण्हं एवं, संखतमे संखवस्सिगो दोण्हं / बिइयो पुण ठिइबंधो, सव्वेसिं संखवासाणि // 46 // ત્યાર પછી એ જ પ્રમાણે સાત નોકષાયોની ઉપશમના કરે છે. તેમની ઉપશમનાનો સંખ્યાતમો ભાગ ગયે છતે બે પ્રકૃતિઓ (નામ-ગોત્ર)ની સ્થિતિબંધ સંખ્યાતા વર્ષનો થાય છે. ત્યાર પછીનો બીજો સ્થિતિબંધ બધા કર્મોની સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. (46) छस्सुवसमिज्जमाणे, सेक्का उदयट्टिई पुरिससेसा / समऊणावलिगदुगे, बद्धा वि य तावदद्धाए // 47 // હાસ્ય 6 ઉપશાંત થયે છતે પુરુષવેદની 1 ઉદયસ્થિતિ બાકી