________________ ઉત્તરપ્રકૃતિમાં પ્રકૃતિ ઉદીરણાનું સ્વામિત્વ 1 1 (40) અનંતાનુબંધી 4 :- તે તે કષાયના ઉદયવાળા ૧લા-રજા ગુણઠાણાવાળા જીવો અનંતાનુબંધી ૪ની ઉદીરણા કરે છે. (41) અપ્રત્યાખ્યાનાવરણીય 4 :- તે કષાયના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી ૪થા ગુણઠાણા સુધીના જીવો આ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. (૪૨)પ્રત્યાખ્યાનાવરણીય 4 :- તે કષાયના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી પાંચમા ગુણઠાણા સુધીના જીવો આ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. (43) સંજ્વલન ક્રોધ :- સંજવલન ક્રોધના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી - ગુણઠાણા સુધીના જીવો સંજવલન ક્રોધની ઉદીરણા કરે છે. (44) સંજ્વલન માન :- સંજવલન માનના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી 1 ગુણઠાણા સુધીના જીવો સંજવલન માનની ઉદીરણા કરે છે. (45) સંજવલન માયા :- સંજવલન માયાના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી જ ગુણઠાણા સુધીના જીવો સંજવલન માયાની ઉદીરણા કરે છે. D. 3 ગુણઠાણ = સંજવલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થાય ત્યાં સુધીનું ૯મું ગુણઠાણું. A. ; ગુણઠાણ = સંજવલન માનના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થાય ત્યાં ' સુધીનું ૯મું ગુણઠાણું. . S ગુણઠાણ = સંજવલન માયાના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થાય ત્યાં સુધીનું ૯મું ગુણઠાણું.