________________ 26 2 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ बंधंतो धुवपगडी, भवपाउग्गा सुभा अणाऊ य / जोगवसा य पएसं, उक्कोसं मज्झिम जहण्णं // 6 // ठिइबंधद्धापूण्णे, नवबंधं पल्लसंखभागूणं / असुभसुभाणणुभागं, अणंतगुणहाणिवुड्डीहिं // 7 // करणं अहापवत्तं, अपुव्वकरणमनियट्टिकरणं च / अंतोमुहुत्तियाई, उवसंतद्धं च लहइ कमा // 8 // સર્વોપશમના મોહનીયની જ થાય છે. સર્વોપશમનાની ક્રિયાને યોગ્ય, પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય, ત્રણ લબ્ધિથી યુક્ત, કરણકાળની પૂર્વે પણ વિશુદ્ધ થતો, ગ્રન્થિદેશે રહેલા અભવ્યની વિશુદ્ધિને ઓળંગીને રહેલો, કોઈ પણ સાકાર ઉપયોગમાં, યોગમાં અને વિશુદ્ધ વેશ્યાઓમાં રહેલો, સાત પ્રકૃતિઓની સ્થિતિસત્તાને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરીને, અશુભપ્રકૃતિઓ અને શુભપ્રકૃતિઓનો રસ ક્રમશઃ 2 ઠાણિયો અને 4 ઠાણિયો કરીને, આયુષ્ય સિવાયની ભવપ્રાયોગ્ય શુભ ધ્રુવપ્રકૃતિઓ બાંધતો, યોગને વશ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય પ્રદેશ બાંધતો, સ્થિતિબંધનો કાળ પૂર્ણ થયે છતે નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન પ્રમાણ કરતો, અશુભ પ્રકૃતિઓ અને શુભ પ્રકૃતિઓનો રસ ક્રમશઃ અનંતગુણહાનિથી અને અનંતગુણવૃદ્ધિથી બાંધતો જીવ અંતર્મુહૂર્તપ્રમાણ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરીને ક્રમે કરીને ઉપશાંતકાળને પામે છે. (3, 4, 5, 6, 7, 8) अणुसमयं वटुंतो, अज्झवसाणाण णंतगुणणाए / परिणामट्ठाणाणं, दोसु वि लोगा असंखिज्जा // 9 //