________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદીરણાનું સ્વામિત્વ ૧લા ગુણઠાણાથી ૬ઢા ગુણઠાણા સુધીના મનુષ્યો મનુષ્પાયુષ્યની ઉદીરણા કરે છે. (૧૦)પ્રત્યેક :- શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત શરીરસ્થ પ્રત્યેકશરીરી જીવો પ્રત્યેકની ઉદીરણા કરે છે. (11) સાધારણ :- શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત શરીરસ્થ સાધારણશરીરી જીવો સાધારણની ઉદીરણા કરે છે. (૧૨)ઔદારિક શરીર, દારિક બંધન 4, ઔદારિક સંઘાતન = 6 :- વૈક્રિયશરીરી અને આહારકશરીરી સિવાયના બધા આહારક મનુષ્યો અને આહારક તિર્યંચો આ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. આહારક એટલે ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહારમાંથી કોઈપણ આહાર ગ્રહણ કરનારા. (13) દારિક અંગોપાંગ :- વૈક્રિયશરીરી, આહારકશરીરી અને એકેન્દ્રિય સિવાયના બધા આહારક મનુષ્યો અને આહારક તિર્યંચો ઔદારિક અંગોપાંગની ઉદીરણા કરે છે. (૧૪)વૈક્રિય શરીર, વૈક્રિય બંધન 4, વૈક્રિય સંઘાતન = 6 - આહારક દેવ-નારકી, ઉત્તરવૈક્રિયશરીરી પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ - પર્યાપ્તા બાદર વાયુકાય આ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. (૧૫)વૈક્રિય અંગોપાંગ :- આહારક દેવ-નારકી, ઉત્તરક્રિયશરીરી પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય-પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય અંગોપાંગની ઉદીરણા કરે છે. (16) આહારક 7 :- આહારકશરીરી પ્રમત્તસંયતો આહારક ૭ની ઉદીરણા કરે છે.