________________ 211 માન ૩ની ઉપશમના આગાલવિચ્છેદ થાય છે. સંજવલન માનની પ્રથમસ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન માનના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે. ત્યારે સંજવલન ૩ની સ્થિતિબંધ 2 માસનો થાય છે અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. ત્યારે અપ્રત્યાખ્યાનાવરણીય માન - પ્રત્યાખ્યાનાવરણીય માન સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંજવલન માનના પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકો અને બીજી સ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો અનુપશાંત છે, શેષ બધા દલિકો ઉપશાંત થઈ ગયા છે. સંજવલન માનની પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકોને તિબુકસંક્રમથી સંજવલન માયામાં સંક્રમાવે છે. સંજવલન માનના બીજીસ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો તેટલા જ કાળે પુરુષવેદની જેમ ઉપશમાવે છે અને સંક્રમાવે છે. સંજવલન માનના બંધોદયોદરણાવિચ્છેદ પછી સમય ન્યૂન 2 આવલિકા પછી સંજવલન માન સર્વથા ઉપશાંત થઈ જાય છે. માયા ૩ની ઉપશમના :- જે સમયે સંજવલન માનના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે, તે જ સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન માયાના દલિકો ખેંચીને તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. તે જ સમયથી અપ્રત્યાખ્યાનાવરણીય માયા, પ્રત્યાખ્યાનાવરણીય માયા અને સંજવલન માયાને પૂર્વે કહ્યા મુજબ એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. સંજવલન માયાની પ્રથમસ્થિતિના પ્રથમ સમયે સંજવલન ૨ની સ્થિતિબંધ 2 માસ પ્રમાણ છે અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. સંજવલન માયાની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન માયાની પતગ્રહતા નષ્ટ થાય છે. ત્યારથી અપ્રત્યાખ્યાનાવરણીય માયા અને પ્રત્યાખ્યાનાવરણીય માયાના