________________ 204 હાસ્ય 6 અને પુરુષવંદની ઉપશમના સ્થિતિબંધ 16 વર્ષના થાય છે અને સંજવલન સની સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. પુરુષવેદની 1 સમયની સ્થિતિ ઉદય વડે ભોગવાય છે. તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. પછી તે જીવ અવેદી થાય છે. અવેદકકાળના પ્રથમ સમયે પુરુષવેદના સમય ન્યૂન ર આવલિકામાં બંધાયેલા દલિકો અનુપશાંત હોય છે, શેષ બધા દલિકો ઉપશાંત થઈ ગયા હોય છે, કેમકે કોઈપણ સમયે બંધાયેલ દલિક બંધાવલિકા પસાર થયા પછી ઉપશમાવે. તે ઉપશમતા કે સંક્રમતા પણ 1 આવલિકા થાય છે. અનુપશાંત દલિકોને અવેદકકાળની સમય ન્યૂન 2 આવલિકામાં ઉપશમાવે છે. પ્રથમ સમયે થોડા દલિકો ઉપશમાવે છે, બીજા સમયે અસંખ્યગુણ દલિકો ઉપશમાવે છે. એમ સમય ન્યૂન બે આવલિકાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકો ઉપશમાવે છે. પ્રતિસમય પરપ્રકૃતિમાં યથાપ્રવૃત્તસંક્રમ વડે દલિકો સંક્રમાવે છે. જો કે અહીં યથાપ્રવૃત્તસંક્રમ સંભવતો નથી, પણ ગુણસંક્રમ સંભવે છે, છતા કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર અને ટીકાકારના વચનથી અહીં યથાપ્રવૃત્તસંક્રમ જ માનવો. પ્રથમ સમયે ઘણા દલિકો સંક્રમાવે છે. બીજા સમયે વિશેષહીન દલિકો સંક્રમાવે છે. એમ સમય ન્યૂન ર આવલિકાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે વિશેષહીન દલિકો સંક્રમાવે છે. અવેદકકાળની સમય ન્યૂન 2 આવલિકાના અંતે પુરુષવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંજવલન 4 નો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 32 વર્ષ પ્રમાણ થાય છે અને જ્ઞાનાવરણ -દર્શનાવરણ-અંતરાય-વેદનીય-નામ-ગોટાનો 1. કષાયમામૃતાચૂર્ણિ, ધવલા અને લબ્ધિસારમાં અહીં સંજવલન 4 નો સ્થિતિબંધ 32 વર્ષપ્રમાણ કહ્યો છે. જુઓ અમે લખેલ “ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ-૧, પાના નં. 182'