________________ 198 7 વસ્તુઓ 1 ઠાણિયો રસ ત્યાં જ બંધાય છે, છતાં અહીં સર્વવિશુદ્ધ 2 ઠાણિયો રસ ઉત્કૃષ્ટ 1 ઢાણિયા રસની ઘણો સમાન હોવાથી તેનો 1 ઢાણિયા રસ તરીકે ઉપચાર કર્યો હોય એમ સંભવે છે. તત્ત્વ કેવળીગમ્ય છે. (5) મોહનીયનો સંખ્યાતા વર્ષની સ્થિતિબંધ થાય છે. (6) મોહનીયની સંખ્યાતા વર્ષની ઉદીરણા થાય છે, એટલે કે પૂર્વે બાંધેલા કે ત્યારે બાંધેલા કર્મોના સંખ્યાતા વર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનોના દલિકોની ઉદીરણા થાય છે. (7) મોહનીયનો ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે, શેષકર્મોનો ઉત્તરોત્તર સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે.' 1. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા 63, 64 અને તેમની બન્ને ટીકાઓમાં પાના નં. 189, 190 ઉપર સાતમી વસ્તુ આ પ્રમાણે કહી છે, નપુંસકવેદનો અસંખ્યગુણાકારે ઉપશમ કરે છે.' કષાયપ્રાભૃતચૂણિના સૂત્ર ૨૪૦માં પાના નં. 1838 ઉપર 7 વસ્તુઓ આ પ્રમાણે કહી છે - (1) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ થાય. (2) સંજવલન લોભનો સંક્રમ ન થાય. (3) મોહનીયનો 1 કાણિયો રસ બંધાય. (4) નપુંસકવેદનો પ્રથમસમયઉપશામક થાય. (5) બંધાતા દલિકોની છ આવલિકા પછી ઉદીરણા થાય. (6) મોહનીયના 1 ઢાણિયા રસનો ઉદય થાય. (7) મોહનીયનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૪૩-૪૪ની ચૂણિમાં પાના નં. 51-53 ઉપર 7 વસ્તુઓ આ પ્રમાણે કહી છે - (1) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ થાય. (2) સંજવલન લોભનો સંક્રમ ન થાય. (3) બંધાતા દલિકોની 6 આવલિકા પછી ઉદીરણા થાય.