________________ 13 2 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ देवनिरयाउगाणं, जहन्नजेट्ठट्ठिई गुरुअसाए / इयराऊण वि अट्ठम-वासे णेयोऽट्ठवासाऊ // 84 // દેવાયુષ્ય અને નરકાયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ઘણી અસાતાના ઉદયવાળા ક્રમશઃ જઘન્યસ્થિતિવાળા અને ઉત્કૃષ્ટસ્થિતિવાળા દેવ અને નારક કરે છે. તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા 8 વર્ષના આયુષ્યવાળા તિર્યંચો-મનુષ્યોને ૮મા વર્ષે થાય છે. (84) एगंततिरियजोग्गा, नियगविसिढेसु तह अपज्जत्ता / संमुच्छिममणुयंते, तिरियगई देसविरयस्स // 85 // એકાંતે તિર્યંચયોગ્ય પ્રકૃતિઓ (જાતિ 4, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ = 8 પ્રકૃતિઓ)ની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા પોતાનાથી વિશિષ્ટ જીવો કરે છે. અપર્યાપ્તની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અપર્યાપ્ત સંમૂચ્છિમ મનુષ્યો ચરમસમયે કરે છે. તિર્યંચગતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા દેશવિરતને થાય છે. (85) अणुपुव्विगइदुगाणं, सम्मद्दिट्ठी उ दुभगाइणं / नीयस्स य से काले, गहिहिइ विरइ त्ति सो चेव // 86 // 4 આનુપૂર્વ અને ર ગતિ (નરકગતિ, દેવગતિ)ની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા સમ્યગ્દષ્ટિ કરે છે. પછીના સમયે વિરતિ પામનારો તે જ અવિરતિસમ્યગ્દષ્ટિ દુર્ભગ વગેરે દુર્ભગ, અનાદેય, અયશ)ની અને નીચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. (86) जोगंतुदीरगाणं, जोगते सरदुगाणुपाणूणं / नियगंते केवलिणो, सव्वविसुद्धो य सव्वासि // 47 // સયોગીવલીના ચરમ સમય સુધી જેમની ઉદીરણા થાય છે