________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 1 29 ૭ની જઘન્ય રસઉદીરણા આહારક શરીર કરતા યતિને પ્રથમ સમયે થાય છે. (74) अमणो चउरंससुभाण-प्पाऊ सगचिरट्ठिई सेसे / संघयणाण य मणुओ, हुंडुवघायाणमवि सुहुमो // 75 // જઘન્યસ્થિતિવાળો અસંજ્ઞી પંચેન્દ્રિય સમચતુરગ્નસંસ્થાન અને વજઋષભનારાચસંઘયણની જઘન્ય રસઉદીરણા કરે છે. પોતાની ઉત્કૃષ્ટસ્થિતિવાળો અસંજ્ઞી પંચેન્દ્રિય હુંડક સિવાયના શેષ સંસ્થાનોની જઘન્ય રસઉદીરણા કરે છે. પૂર્વકોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય મધ્યમ 4 સંઘયણની જઘન્ય રસઉદીરણા કરે છે. હુડકસંસ્થાન અને ઉપઘાતની જઘન્ય રસઉદીરણા દીર્ઘસ્થિતિવાળો સૂક્ષ્મ એકેન્દ્રિય કરે છે. (75) सेवट्टस्स बिइंदिय, बारसवासस्स मउयलहुगाणं / सन्निविसुद्धाऽणाहारगस्स, वीसा अइकिलिट्ठो // 76 // 12 વર્ષના આયુષ્યવાળા બેઈન્દ્રિયને સેવાર્તસંઘયણની જઘન્ય રસઉદીરણા થાય છે. મૃદુસ્પર્શ અને લઘુસ્પર્શની જધન્ય રસઉદીરણા વિશુદ્ધ અનાહારક સંજ્ઞી પંચેન્દ્રિયને થાય છે. 20 પ્રકૃતિઓ (તેજસ 7, મૃદુસ્પર્શ-લઘુસ્પર્શ સિવાયના શુભવર્ણાદિ 9, અગુરુલઘુ, સ્થિર, શુભ, નિર્માણ)ની જઘન્ય રસઉદીરણા વિગ્રહગતિમાં રહેલ અતિસંક્લિષ્ટ અનાહારક મિથ્યાદષ્ટિ કરે છે. (76) पत्तेयमुरालसमं, इयरं हुंडेण तस्स परघाओ / अप्पाउस्स य आया-वुज्जोयाणमवि तज्जोगो // 77 // પ્રત્યેકની જઘન્ય રસઉદીરણાના સ્વામી ઔદારિક શરીરની જઘન્ય રસઉદીરણાના સ્વામીની સમાન છે. સાધારણની જઘન્ય