________________ 101 1. દ્વાર રજુ - સ્વામિત્વ (2) સ્વામિત્વ : ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણાના સ્વામી :- ઘાતી કર્મોની જઘન્ય રસઉદીરણાના જે સ્વામી પૂર્વે કહ્યા તે જ ગુણિતકર્માશ જીવો તેમની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણાના સ્વામી છે, પણ તે ચૌદપૂર્વધર વગેરે વિશેષણોવાળો હોય અથવા ન હોય. ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા સર્વવિશુદ્ધિમાં થાય. અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = ર :- અવધિજ્ઞાનઅવધિદર્શન વિનાનો ગુણિતકર્માશ જીવ ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. શેષ આવરણ 7, અંતરાય 5 = 12 :- ગુણિતકર્માશ જીવ ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. નિદ્રા ર :- ૧૧મા ગુણઠાણાવાળો ગુણિતકર્માશ જીવ નિદ્રા રની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. મતાંતરે ક્ષપકશ્રેણિમાં ૧૨માં ગુણઠાણાની 2 સમયાધિક 1 આવલિકા બાકી હોય ત્યારે ગુણિતકર્માશ જીવ નિદ્રા 2 ની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. થિણદ્ધિ 3 :- ૭મા ગુણઠાણાને અભિમુખ ગુણિતકર્માશ પ્રમત્તસંયતને ચરમ સમયે થિણદ્ધિ ૩ની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. પ. મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી 4 = 5 :- સંયમ સહિત સમ્યકત્વ પામનાર ગુણિતકર્માશ મિથ્યાદષ્ટિને ચરમ સમયે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે.