________________ નિર્વાઘાત સ્થિતિઅપવર્તના 193 અપવર્તન કરી નીચે આવલિકા - 1 સમય પ્રમાણ અતીત્થાપના છોડી : આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં નાંખે. આ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના છે. ઉદયાવલિકા ઉપરની બીજી સ્થિતિના દલિકોની સ્થિતિઓની અપવર્તન કરી નીચે આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી : આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં નાંખે. એમ ઉદયાવલિકા ઉપરની ત્રીજી વગેરે સ્થિતિના દલિકોની સ્થિતિઓની અપવર્તન કરી અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ થાય ત્યાં સુધી અતીત્થાપનામાં 1-1 સમય વધે અને નિક્ષેપ 3 આવલિકા + 1 સમય પ્રમાણ રહે. ત્યાર પછી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ રહે અને નિક્ષેપમાં 1-1 સમય વધે. ઉત્કૃષ્ટ અતીત્થાપના = 1 આવલિકા. ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોની સ્થિતિઓની અપવર્તન કરી અતીત્થાપનાવલિકા ઓળંગી બંધાવલિકા ઉપરની બધી સ્થિતિઓમાં નાંખે. આ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. a કષાયપ્રાભૃતચૂર્ણિમા સ્થિતિસંક્રમ અધિકારમાં પાના નં. 1041 ઉપર નિર્વાઘાત સ્થિતિઅપવર્તનાનો જઘન્ય નિક્ષેપ : આવલિકા અને જઘન્ય અતીત્થાપના કે આવલિકા કહી છે. જયધવલાટીકામાં તેની સ્પષ્ટતા આ પ્રમાણે કરી છે - આવલિકાના સમયોની સંખ્યા કૃતયુગ્મ હોવાથી તેને 3 થી ભાગી ન શકાય. તેથી સમય ન્યૂન આવલિકાના ત્રણ ભાગ કરવા. તેથી જઘન્ય અતીત્થાપના = સમય ન્યૂન આવલિકા - X 2 અને જઘન્ય નિક્ષેપ _ સમય ન્યૂન આવલિકા 1 સમય.