________________ યથાપ્રવૃત્તસંક્રમ, સર્વસંક્રમ 157 (3) અનંતાનુબંધી 4:- અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરનારા ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોને અપૂર્વકરણથી. (4) મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય = ર :- દર્શન ૩નો ક્ષય કરનારા ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવો ને અપૂર્વકરણથી. (5) પુરુષવેદ, સંજ્વલન ક્રોધ, સંજવલન માન, સંલન માયા = 4 :- ક્ષપકશ્રેણિમાં બંધવિચ્છેદ પછી. | (iv) યથાપ્રવૃત્તસંક્રમ :- બધ્યમાન ધ્રુવબધી પ્રકૃતિઓનો અને સ્વસ્વભવમાં બંધયોગ્ય બધ્યમાન કે અબધ્યમાન પરાવર્તમાન પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. જઘન્યયોગમાં વર્તમાન જીવ જઘન્ય દલિકો બાંધે અને સંક્રમાવે, મધ્યમયોગમાં વર્તમાન જીવ મધ્યમ દલિકો બાંધે અને સંક્રમાવે, ઉત્કૃષ્ટ યોગમાં વર્તમાન જીવ ઉત્કૃષ્ટ દલિકો બાંધે અને સંક્રમાવે. અબધ્યમાન પ્રકૃતિના પૂર્વબદ્ધ દલિકો વધુ હોય તો વધુ સંક્રમાવે, મધ્યમ હોય તો મધ્યમ સંક્રમાવે અને થોડા હોય તો થોડા સંક્રમાવે. તે પણ યોગને અનુસાર સંક્રમાવે. આમ યોગને અનુસાર તથા બધ્યમાન અને પૂર્વબદ્ધ દલિતોને અનુસાર દલિકો સંક્રમતા હોવાથી આ સંક્રમને યથાપ્રવૃત્તસંક્રમ કહેવાય છે. યથાપ્રવૃત્તસંક્રમના સ્વામી - (1) ધ્રુવબંધી 47 :- આ પ્રકૃતિઓના બંધક જીવો. (2) સ્વસ્વભવમાં બંધયોગ્ય પરાવર્તમાન પ્રવૃતિઓ :- આ પ્રકૃતિઓના બંધક કે અબંધક જીવો. (v) સર્વસંક્રમ :- ઉદ્ધવનાસંક્રમના ચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિમાં જે બધા દલિકો સંક્રમાવે તે સર્વસંક્રમ છે. તે પૂર્વે ઉદ્ધવનાસંક્રમના વર્ણનમાં કહ્યો છે. તેના સ્વામી ઉઠ્ઠલનાસંક્રમના સ્વામીની જેમ જાણવા.