________________ 108 જિનનામકર્મ, આહારક ૭નો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ નહીં, કેમકે જિનનામકર્મ અને આહારક 7 બધ્યમાન હોય ત્યારે તેમાં સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિ મળે છે. જિનનામકર્મનો બંધ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને હોય છે. આહારક ૭નો બંધ સંયતને હોય છે. વિશુદ્ધસમ્યગ્દષ્ટિને અને સંયતને આયુષ્ય સિવાયના બધા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય છે. તેથી બધ્યમાન જિનનામકર્મ અને આહારક ૭માં અન્ય પ્રકૃતિ(દેવગતિ)ની ઉત્કૃષ્ટથી અંતઃકોડાકોડી સાગરોપમ - 1 આવલિકા પ્રમાણ જ સ્થિતિ સંક્રમે વધુ નહીં. ઉદયાવલિકામાં તો જિનનામકર્મ અને આહારક ૭ના દલિકો હોય છે. તેથી જિનનામકર્મ અને આહારક ૭ની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંત:કોડાકોડી સાગરોપમ છે. તે સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણ છે. અન્ય પ્રકૃતિ (દેવગતિ)ની સંક્રમાવલિકા વીત્યા બાદ જિનનામકર્મ અને આહારક 7 ની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ અન્યપ્રકૃતિ(પરાઘાત)માં સંક્રમાવે. તેથી જિનનામકર્મ અને આહારક ૭નો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = અંતઃકોડાકોડી સાગરોપમ - ર આવલિકા = અંતઃકોડાકોડી સાગરોપમ. (જુઓ પાના નં. ૧૦૯નું ચિત્ર) સ્થિતિ - સ્થિતિસંક્રમ વખતે સંક્રમતી પ્રકૃતિની જેટલી સ્થિતિ વિદ્યમાન હોય તેને સ્થિતિ કહેવાય છે. સ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ + 1 આવલિકા બંધાત્કૃષ્ટ પ્રકૃતિની સ્થિતિ = (ઉત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા) + 1 આવલિકા = ઉત્કૃષ્ટ સ્થિતિ - 1 આવલિકા સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની સ્થિતિ = (બંધાત્કૃષ્ટ પ્રકૃતિની બંધાત્કૃષ્ટ સ્થિતિ - 3 આવલિકા) + 1 આવલિકા = બંધાત્કૃષ્ટ પ્રકૃતિની બંધાત્કૃષ્ટ સ્થિતિ - ર આવલિકા