________________ 106 અબંધમાં સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ હોય ત્યારે મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે. પછી તે અંતર્મુહૂર્ત સુધી પહેલા ગુણઠાણે જ રહે. ત્યાર પછી તે સમ્યક્ત પામે. ત્યારે મિથ્યાત્વમોહનીયની (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) જૂન 70 કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયમાં સંક્રમાવે. તેથી સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) જૂન 70 કોડાકોડી સાગરોપમ છે. મિથ્યાત્વમોહનીયની સંક્રમાવલિકામાં તો સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના દલિકો હોય છે. તેથી તે વખતે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ– (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) + 1 આવલિકા = 70 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત પ્રમાણ છે. મિથ્યાત્વમોહનીયની સંક્રમાવલિકા વીત્યા બાદ સમ્યક્ત્વમોહનીયની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ અપવર્તનાકરણ વડે સ્વસ્થાનમાં સંક્રમાવે છે. મિથ્યાત્વમોહનીયની સંક્રમાવલિકા વીત્યા બાદ મિશ્રમોહનીયની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સમ્યક્વમોહનીયમાં સંક્રમાવે છે અને અપવર્તનાકરણ વડે સ્વસ્થાનમાં સંક્રમાવે છે. તેથી સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = (અંતર્મુહૂર્ત + ર આવલિકા) જૂન 70 કોડાકોડી સાગરોપમ. (જુઓ પાના નં. ૧૦૭નું ચિત્ર) (3) જિનનામકર્મ અને આહારક ૭નો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = અંતઃકોડાકોડી સાગરોપમ જિનનામકર્મ અને આહારક ૭નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. છતા તેમની બંધાત્કૃષ્ટ સ્થિતિ કરતા સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણ છે. તે સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ છે, 20 કોડાકોડી સાગરોપમ–૧ આવલિકા